Ahmedabad News/ અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો

Gujarat University ફરી એકવાર વહીવટી છબરડાના કારણે ચર્ચામાં આવી છે

Gujarat Ahmedabad
Gujarat University

Ahmedabad News : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ફરી એકવાર વહીવટી છબરડાના કારણે ચર્ચામાં આવી છે. બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં હિન્દી વિષયની પરીક્ષાની તારીખ ખોટી છાપવામાં આવતા ભારે ગેરસમજ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, 2 ફેબ્રુઆરીએ યોજાનાર હિન્દી વિષયની પરીક્ષા માટે હોલ ટિકિટમાં ભૂલથી 23 જાન્યુઆરીની તારીખ છાપી દેવામાં આવી હતી. આ ભૂલને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ અને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

 

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)પ્રશાસનને અંતે ભૂલની જાણ થતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. 20 જાન્યુઆરીએ કોલેજોમાંથી અપાયેલી હોલ ટિકિટ પાછી મંગાવવામાં આવી અને 21 જાન્યુઆરીએ તાત્કાલિક ધોરણે નવી સુધારેલી હોલ ટિકિટ જનરેટ કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને કોલેજે બોલાવી નવી હોલ ટિકિટ આપવામાં આવી.

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાં આવી બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. નવી હોલ ટિકિટ મેળવવા માટે વિદ્યાર્થીઓને વારંવાર કોલેજ અને યુનિવર્સિટી વચ્ચે ધક્કા ખાવા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

હોલ ટિકિટમાં તારીખની ભૂલને કારણે વિદ્યાર્થીઓને થયેલી હાલાકી અંગે સમગ્ર મામલે પરીક્ષા નિયામક કલ્પેન વોરા સામે ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.


આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટનો ઝાટકો

આ પણ વાંચો :ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિને તાત્કાલિક સુધારાઈ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

આ પણ વાંચો : શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી