Surat News/ સુરતના ઉધનામાં 12 વર્ષની બાળકી સાથે છેડતી, ગુસ્સે ભરાયેલી માતાએ જાહેરમાં આરોપીને પાઠ ભણાવ્યો

સુરતના ઉધના વિસ્તારમાં 12 વર્ષની બાળકી સાથે છેડતી (Harassment)ની ઘટના સામે આવી છે. ગુસ્સે ભરાયેલી માતાએ આરોપીને જાહેરમાં માર માર્યો.

Top Stories Gujarat Surat Breaking News
Harassment

Surat News:સુરતના ઉધના વિસ્તારમાંથી ફરી એક વાર છેડતી (Harassment)ની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે 12 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા.  જ્યારે તેની માતાને આ વાતની ખબર પડી ત્યારે તે ખુબ જ ગુસ્સે ભરાઈ ગઈ હતી. માતાએ ગુસ્સે થઈને તેની  માસૂમ બાળકી  સાથે છેડતી (Harassment) કરનાર વ્યક્તિને પકડીને જાહેરમાં માર માર્યો હતો.

આપને જણાવી દઈએ ગઈ કાલે રાત્રે (30 જાન્યુઆરી 2026) ઉધના વિસ્તારમાં એક વ્યક્તિએ 12 વર્ષની બાળકી સાથે અડપલાં (Harassment) કર્યા હતા. તેની પુત્રી પર થયેલા આ કૃત્યથી ગુસ્સે ભરાયેલી માતાએ આરોપીને રસ્તા પર કોલર પકડીને લાફા માર્યા હતા. માતાનો ગુસ્સો એટલો તીવ્ર હતો કે જોનારા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ ગુસ્સામાં કહ્યું કે તેના જેવા લોકોના કારણે જ માતા-પિતા પોતાની પુત્રીઓને ઘરની બહાર મોકલતા ડરે છે.

પુત્રીની છેડતી (Harassment)થી માતાનો ફૂટ્યો ગુસ્સો 

જ્યારે માતા આરોપીને ઠપકો આપી રહી હતી, એ દરમિયાન આજુ બાજુના લોકો ભેગા થઈ ગયા હતા. માહિતી અનુસાર, આ વ્યક્તિએ અગાઉ અન્ય છોકરીઓની પણ છેડતી (Harassment) કરી હતી.અને “ગુંડાઓને બોલાવવાની” ધમકી આપી હતી.જોકે, આ વખતે, લોકોએ તેને એક એવો પાઠ શીખવ્યો જે તે ક્યારેય ભૂલી નહીં શકે.

પીડિતાની માતાએ હાજર અન્ય છોકરીઓને જ્યારે  સંબોધન કર્યું. આ સમગ્ર ઘટનામાં તે સૌથી આકર્ષક દ્રશ્ય હતું. તેને ત્યાં હાજર  છોકરીઓને કહ્યું કે માતાપિતા હંમેશા દરેક જગ્યાએ તેમની સાથે રહેશે નહીં. જો કોઈ તેમને હેરાન કરે છે, તો ડરવાને બદલે, તેઓએ લડવું જોઈએ અને તેનો સામનો કરી તેને થપ્પડ મારવી જોઈએ. જો તમે ડારશો તો આ લોકો તમને વધુ ડરાવશે. માતાના આ શબ્દોએ સમાજમાં દીકરીઓની સુરક્ષા માટે સ્વ-બચાવ વિશે એક મજબૂત સંદેશ આપ્યો હતો.

આપને જણાવી દઈએ આરોપીને માર માર્યા બાદ, લોકોએ પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને કસ્ટડીમાં  લઈને  કેસ નોંધી તપાસ હાથ ધરી છે.આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં ફરીથી કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.


આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ

આ પણ વાંચો:સુરતના કરચેલિયા ગામમાં સગીર બાળકીની છેડતીની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લીધું, ગ્રામજનો રોષે ભરાયા

આ પણ વાંચો:સુરતમાં આધેડ દ્વારા સગીરાની છેડતી કર્યાની ઘટના, CCTVમાં કેદ થઈ ઘટના