Ahmedabad News/ સાબરમતી મેટીસ હોસ્પિટલમાં મહિલા દર્દી સાથે છેડતીનો આરોપ

પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી ઇન્દ્રજીત રાઠડ સામે છેડતી (Molestation)સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

Gujarat Ahmedabad
Molestation

Ahmedabad News : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલમાંથી છેડતી (Molestation) ની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી એક યુવતીએ હોસ્પિટલના મેલ નર્સ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેણે અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે અયોગ્ય શારીરિક અડપલા કર્યા હતા.

આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.આર. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મેટીસ હોસ્પિટલના કર્મચારી ઇન્દ્રજીત રાઠડ સામે મહિલા દર્દી દ્વારા છેડતી (Molestation) ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અર્ધબેભાન સ્થિતિમાં વારંવાર સ્પર્શ કરતો હતો આરોપી

ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર, તે સારવાર માટે મેટીસ હોસ્પિટલમાં દાખલ હતી. સારવાર દરમિયાન તે અર્ધબેભાન અવસ્થામાં હતી. આ દરમિયાન હોસ્પિટલનો મેલ નર્સ ઇન્દ્રજીત રાઠડ વારંવાર તેના બેડ પાસે આવતો હતો અને તેની બોડીના સેન્સિટિવ ભાગોને સ્પર્શ કરતો હતો.

યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તે સમયે તે સંપૂર્ણ રીતે સચેત નહોતી અને પોતાની હાલતના કારણે કોઈ પ્રતિકાર કરી શકતી નહોતી.

હોસ્પિટલ જેવી જગ્યાએ દર્દીની સલામતી પર સવાલ

હોસ્પિટલ જેવી પવિત્ર અને સુરક્ષિત માનાતી જગ્યાએ દર્દી સાથે આવી ઘટના બનવી અત્યંત ચિંતાજનક છે. ખાસ કરીને જ્યારે દર્દી અર્ધબેભાન હાલતમાં હોય ત્યારે તેમની સુરક્ષા માટે હોસ્પિટલ સ્ટાફની જવાબદારી વધુ વધી જાય છે.

પરંતુ આ ઘટનાએ હોસ્પિટલ વ્યવસ્થાની નૈતિકતા અને દર્દીની સલામતી પર મોટો સવાલ ઊભો કર્યો છે.

છેડતી (Molestation)સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

સાબરમતી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી ઇન્દ્રજીત રાઠડ સામે છેડતી (Molestation)સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને હોસ્પિટલ સ્ટાફ તથા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આરોપીની ધરપકડની કાર્યવાહી શક્ય

પોલીસ સૂત્રો અનુસાર, તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સાથે જ હોસ્પિટલ મેનેજમેન્ટની ભૂમિકા અંગે પણ તપાસ થશે કે આવી ઘટના કેવી રીતે બની


આ પણ વાંચો : સુરતના ઉધનામાં 12 વર્ષની બાળકી સાથે છેડતી, ગુસ્સે ભરાયેલી માતાએ જાહેરમાં આરોપીને પાઠ ભણાવ્યો

આ પણ વાંચો : જાહેર કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે છેડતી

આ પણ વાંચો : વિદ્યાર્થિનીઓની છેડતી કાંડમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉઠયા વિરોધના સૂર, CCTV ફૂટેજ આવ્યા સામે..