Gandhinagar News/ મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

જમીન પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે

Gujarat Gandhinagar
Revenue Sector

Gandhinagar News : મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો અનધિકૃત કબજેદારોને મોટી રાહત આપી છે. વર્ષોથી અટવાયેલી અને કાનૂની ગૂંચવણમાં ફસાયેલી ઇનામી જમીનોના કબજાહક્કને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે.

સરકારના આ નિર્ણયને મહેસુલી ક્ષેત્રમાં “ગેમચેન્જર” ગણાવવામાં આવી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી રી-ગ્રાન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકેલી જમીનો માટે હવે સીધો અને સરળ રસ્તો ખુલ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.

જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે.

એટલું જ નહિ, આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે.

 રીગ્રાન્ટ કરેલ અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે

  જમીન પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે

કોને કોને લાભ મળશે

 રી ગ્રાન્ટ કરેલ પરંતુ કબજાકિંમત ભરપાઈ કરેલ ન હોય તેવી જમીનના કબજેદાર
રી ગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રી ગ્રાન્ટ થઈ ન હોય
વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોય
આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબ્જેદાર


આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં મહેસૂલી સુધારા અને નવીન પ્રકલ્પો દ્વારા જન-વહીવટનું નૂતન ક્લેવર

આ પણ વાંચો : ભરૂચ-અંકલેશ્વર સહિત રાજ્યના 8 શહેરોને રાહત આપતો નિર્ણય

આ પણ વાંચો : લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉદ્ધાર ક્યારે ?