Surat News/ સુરતમાં કામની લાલચ આપી મહિલાથી દુષ્કર્મ, ઈચ્છાપુર પોલીસે આરોપીને પકડી લીધો

સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં મહિલાને નોકરી આપવાની લાલચ આપી એકાંતમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી લીધો છે. આરોપીએ દુષ્કર્મ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસની ઝડપી કાર્યવાહીથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

Gujarat Surat
surat news

સુરતના (surat) ઈચ્છાપુર વિસ્તારમાં એક ગંભીર ગુનાની ઘટના સામે આવી છે, જેમાં નોકરીની શોધમાં આવેલી એક મહિલાને કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમે ફરાર થયેલા આરોપીને ઝડપી પાડીને કાયદાની કડક કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત મહિલા આરજેડી સાયન ટેક્સટાઇલમાં કામની શોધમાં આવી હતી. આ દરમિયાન આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતીને હીરા બુશ વિસ્તારમાં કામ અપાવવાની વાત કરી હતી. નોકરી મળવાની આશાએ મહિલા આરોપી સાથે ગઈ હતી. ત્યારબાદ આરોપીએ ઈચ્છાપુર વિસ્તારના રોડ નંબર-2 સામે આવેલા એકાંત સ્થળે લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાને કોઈને ઘટના અંગે જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

ફરિયાદના આધારે ઈચ્છાપુર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સતત તપાસ અને ઝડપી કાર્યવાહીના પરિણામે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રએ મહિલાઓને કામની લાલચ આપીને થનારા ગુનાઓ સામે કડક વલણ અપનાવવાની પણ સ્પષ્ટતા કરી છે.


આ પણ વાંચો:કેનેડાથી પુત્ર આવ્યા બાદ અંતિમ સંસ્કાર, સુરતમાં મહિલા આત્મહત્યા માં પતિ સહિત પાંચ સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો:મુંબઈથી સુરત MD ડ્રગ્સ લાવતી મહિલા ઝડપાઈ, 65.430 ગ્રામ MD સાથે ધરપકડ

આ પણ વાંચો:સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર : પરિવારની અંગદાનની જાહેરાત