Ahmedabad News : અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની આશરે આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ(Fire) ને કાબૂમાં લેવા માટે જહેમતભરી કામગીરી ચાલી રહી છે. આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
