Lifestyle/ એક વાર ચાખો અને દીવાના બની જશો! સ્મોકી ફ્લેવર વાળી કુલ્હડ તંદૂરી ચાની રોજ ડિમાન્ડ થશે..!

Kulhad Tandoori Chai (કુલડી વાળી તંદૂરી ચા) નો ઢાબા સ્ટાઇલ ધુંઆધાર સ્વાદ તમને એટલો ભાવશે કે તમે ઘરે પણ એને અવાર-નવાર બનાવવાનું પસંદ કરશો…

Trending Tips & Tricks Food Lifestyle
Kulhad Tandoori Chai, ઢાબા સ્ટાઇલ, સ્મોકી ફ્લેવર, ચાની પત્તી, ટ્રિક

Lifestyle: આજકાલ ઢાબા અને સ્ટ્રીટ સ્ટૉલ્સ પર મળતી કુલડી વાળી તંદૂરી ચા (Kulhad Tandoori Chai) પીવાનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. ખાસ કરીને યુવાનો સાથે બેસીને એમના કામકાજ અને સાંપ્રત ઘટનાઓની ચર્ચા કરતા આ ચાની ચુસ્કીઓ લે છે અને સારો સમય વ્યતીત કરતા જોવા મળે છે. પરંતુ આ જ સ્વાદ જો તમારે ઘરે બેઠા મેળવવો હોય તો શું કરશો?

Kulhad Tandoori Chai, ઢાબા સ્ટાઇલ, સ્મોકી ફ્લેવર, ચાની પત્તી, ટ્રિક

જો એક વાર આ રીતથી બનાવીને પીશો તો એના આશિક બની જશો! પછી તો વારંવાર આ સ્પેશ્યલ ચા ની ડિમાન્ડ તમારા ઘરના સભ્યો કરશે અને તમે પરિવાર સાથે મળીને એની મજા માણી શકશો. તો ચાલો જાણીએ કે, આ ઢાબા સ્ટાઇલ કુલડી વાળી તંદૂરી ચાની રેસિપી બનાવવાની કઇ ટ્રિક (Trick) છે?

 

શી રીતે બનાવશો ઢાબા સ્ટાઇલ કુલડી વાળી તંદૂરી ચા (Dhaba Style Kulhad Tandoori Chai)?

તંદૂરી ચાનો અસલી જાદુ એના સ્મોકી ધુંઆધાર ટેસ્ટ (Smokey Taste)માં રહેલો છે. સામાન્ય ચાની જેમ એને ડાયરેક્ટ કપમાં સર્વ કરવામાં આવતી નથી પરંતુ એક માટીની કુલડી (Clay Kuladi)ને તંદૂર અથવા તો ગૅસ પર ફાસ્ટ ફ્લેઇમ પર લાલ થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ, ઉકાળીને તૈયાર કરેલી ગરમ-ગરમ ચાને આ કુલડીમાં ઉમેરતાવેંત એક ધુમાડો થાય છે અને માટીની મહેક ચામાં ભળી જાય છે! આ જ એ વિશેષ ટ્રિક છે, જેનાથી મળશે તમારી ચાને ઢાબા સ્ટાઇલ ધુંઆધાર સ્વાદ!

Kulhad Tandoori Chai, ઢાબા સ્ટાઇલ, સ્મોકી ફ્લેવર, ચાની પત્તી, ટ્રિક

આ સ્પેશ્યલ ચા બનાવવાની વિધિ

1. સૌપ્રથમ દૂધ, પાણી, ચાની પત્તી, આદુ (Ginger) અને ઇલાયચી વડે જે રીતે તમે ચા બનાવતા હો એ રીતે બનાવી લેવી.

2. કડક ચા બનાવવા માટે તમારે થોડી વધારે માત્રામાં ચાની પત્તી (Tea leaves) ઉમેરવી.

3. ત્યારબાદ તરત જ, એક મોટી માટીની કુલડી લઇને એને ચિપિયા કે સાણસીની મદદથી પકડીને ગૅસ ફ્લેમ પર રાખો.

4. કુલડીને, જ્યાં સુધી એ અંદર સુધી તપીને લાલચોળ ન બની જાય ત્યાં સુધી ગરમ કરો.

5. હવે કુલડી લાલચોળ થઇ જાય ત્યારે એને એક પ્લેટમાં મૂકો અને ગરમ ઉકળતી ચાને સાવધાનીપૂર્વક ગાળીને એ ગરમાગરમ કુલડીમાં ઉમેરી દો.

Kulhad Tandoori Chai, ઢાબા સ્ટાઇલ, સ્મોકી ફ્લેવર, ચાની પત્તી, ટ્રિક

7. જેવી ચા અને કુલડીનો સંગમ થશે તરત જ એક ધુમાડો ઉઠશે અને એનાથી જ ચામાં તંદૂરી ફ્લેવર (Tandoori Flavor) આવશે.

8. આ ચાની કુલડીને કોઈ ઢાંકણ વડે ઢાંકી દો. આમ કરવાથી એનો સ્મોકી ફ્લેવર વધી જશે.

9. જો તમે ઇચ્છો તો કુલડીમાં ચા ઉમેર્યા બાદ એને પાછી એક તપેલીમાં નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી શકો છો, આમ કરવાથી એનો સ્વાદમાં અધિક સ્મોકી ફલેવર (Smokey Flavor) આવી જશે.

તો તૈયાર છે તમારી કુલડી વાળી ધુંઆધાર, ખુશ્બુદાર તંદૂરી ચા….જેને પીતા જ દિલ ખુશ થઇ જશે!


આ પણ વાંચો: ભારતમાં ચાના પ્રેમીઓ સામે કોફીના ‘ક્રેઝી’ઓ વધ્યા, જાણો અદ્ભૂત ફાયદા

આ પણ વાંચો: આ રીતે બનાવો અને પીઓ ચા…ડૉક્ટર પાસેથી જાણીએ હૅલ્થ માટે ચા-કોફી પીવાના ફાયદા અને નુકસાન…