Gandhinagar News/ ગાંધીનગરમાં ખનીજ માફિયા દિગ્વિજયસિંહની દાદાગીરી, ભૂસ્તરશાસ્ત્રીની કારનો કર્યો પીછો

રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar) માં જ ખનીજ માફિયા (Mineral mafia) બેખૌફ બનતા સરકારી કર્મચારીઓમાં ભયનો માહૌલ વ્યાપી ગયો છે. જાણીતા ખનીજ માફિયા દિગ્વિજયસિંહના કાફલાએ ભૂસ્તરશાસ્ત્રીની કારનો સતત પીછો કરીને હેરાન કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ

Gandhinagar News: ખનીજ માફિયા  (Mineral Mafia) દિગ્વિજયસિંહ (Digvijaysinh) આણી મંડળી કેટલા બેખૌફ બની ગયા છે તેનો વધુ એક પુરાવો જાણમાં આવ્યો છે. તેમણે ખાણખનીજની ચોરી અટકાવવા નીકળેલી ભૂસ્તર વિભાગની ટીમનો ફિલ્મી ઢબે પીછો કરતાં છેવટે કંટાળેલી ટીમે પોલીસનો સંપર્ક સાધવાની ફરજ પડી હતી. આના પરથી સમજાઈ જાય છે કે ખનીજ માફિયા દિગ્વિજયસિંહ (Digvijaysinh) કેટલો બિન્દાસ્ત થઈ ગયો છે. તેને સરકારી કામગીરીના ડરની વાત તો બાજુએ રહી, પરંતુ હવે તે સરકારી કર્મચારીને ડરાવવા સુધી ઉતરી આવ્યા છે.

ખનીજ માફિયાઓ  રાજધાનીમાં બેખૌફ

ખનીજ માફિયાઓ  પહેલાં તો સામાન્ય કર્મચારીઓને ડરાવતા હતા. આ વખતે તો તેમણે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી (Geologist) પ્રણવસિંહ ઉપરાંત માઇન્સ સુપરવાઇઝર સગુણા ઓઝા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલ સભાયા જેવા હોદ્દેદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓની ટીમ બીજી ફેબ્રુઆરીના રોજ ખનીજના બિનઅધિકૃત સંગ્રહની તપાસ પૂરી કરીને પરત ફરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વિનાની બે સ્કોર્પિયો (Scorpio) અને એક વેન્ચુરા કારે તેમનો ફિલ્મોમાં બતાવે છે તેમ પીછો કર્યો હતો. તેઓએ આટલેથી ન અટકતા એક વાહન સરકારી ગાડીની આગળ અને બીજું પાછળ રાખીને સતત હેરાન કર્યા હતા. પ્રણવસિંહે વારંવાર હોર્ન મારવા છતાં તેમને રસ્તો આપ્યો ન હતો. ખનીજ માફિયાઓએ કરેલી સતત હેરાનગતિનો વિડીયો પણ મહિલા અધિકારીએ બનાવ્યો હતો.

Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ
Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ

સ્કોર્પિયોમાં ભૂસ્તરશાસ્ત્રીની કારનો કર્યો પીછો

સ્કોર્પિયામાં (Scorpio) બેઠેલી વ્યક્તિ દિગ્વિજયસિંહ ચાવડા હોવાનું માઇન્સ સુપરવિઝર જાણી ગયા હતા. તેમના વાહનોએ જાણે સરકારી ગાડીને ઘેરો નાખી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેઓએ આટલેથી પણ ન અટકતા માફિયાના એક જૂથે રફ ડ્રાઇવિંગ કરી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. તેના પછી માઇન્સ સુપરવાઇઝર સગુણા ઓઝા જ્યારે પોતાનું વાહન લેવા માટે કચેરીએ ગયા હતા ત્યાં પણ ખનીજ માફિયાની ચાર ગાડી ઊભેલી જોઈ તે ગભરાઈ ગયા હતા અને 112 પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી. તેમણે આના અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ
Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ

ગાંધીનગર (Gandhinagar)માં અગાઉ પણ થઈ છે આકરી કાર્યવાહી

આ પહેલાં પણ ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી છે. તપાસમાં કલોલના હાજીપુર ગામમાંથી રેતી ખનનનું રેકેટ ઝડપાયું છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 3 વાહનો સહિત રૂ. 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બિનઅધિકૃત રેતી ખનન કરનારાઓ સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. જિલ્લામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ ભૂસ્તર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય ખનીજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સઘન રોડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાની અંતરિયાળ જગ્યાઓ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન 3 નંગ હિટાચી મશીન ઝડપાયા હતા. ઉપરાંત સાદી માટી ખનીજના ખોદકામ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ
Mineral Mafiaની દાદાગીરી, સરકારી કર્મીની કરી હેરાનગતિ

જો કે ખનીજ માફિયાઓનો આ ત્રાસ નવો નથી, ગયા વર્ષે પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની હલચલ પર નજર રાખવા માટે કરવામાં આવતી ‘રેકી’નો ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લામાં ‘બંકા’ નામનું એક વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે, જેનો ઉપયોગ ખનીજ માફિયાઓ દ્વારા રેકી કરવા માટે થતો હોવાની માહિતી બહાર આવી છે.

ખનીજ માફિયાઓ દ્વારા આ વોટ્સએપ ગ્રુપમાં સરકારી અધિકારીઓની ગાડીઓની વિગતવાર માહિતી શેર કરવામાં આવતી હતી. અધિકારીઓ ક્યારે ઓફિસથી નીકળે છે, કયા રૂટ પરથી પસાર થાય છે અને કઈ દિશામાં જાય છે તેની ચોક્કસ વિગતો ગ્રુપમાં મૂકવામાં આવતી હતી. ગોધરા અને કાલોલ વિસ્તારના વિવિધ રૂટ અને લોકેશન અંગે ઓડિયો ક્લિપ્સ દ્વારા માહિતી વહેંચવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે.

ખાસ કરીને સમયની ચોક્કસ માહિતી મેસેજ અને ઓડિયો ક્લિપ્સ દ્વારા શેર કરીને ખનીજ માફિયા (મ) એ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા આ વોટ્સએપ ગ્રુપની તપાસ હાથ ધરવામાં આવી છે અને ખનીજ માફિયા (Mineral Mafia) ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવા સંકેત મળી રહ્યા છે. સરકારી કર્મચારી પર નજર રાખતા આ પ્રકારના જૂથો સામે સરકારી એજન્સીઓ ચાંપતી નજર રાખશે તેમ સ્પષ્ટ જણાવાયું છે.


આ પણ વાંચો: પંચમહાલમાં ખનીજ માફિયાઓની ‘રેકી’નો પર્દાફાશ

આ પણ વાંચો: ગોધરાના નદીસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ, ખનીજ માફિયા સામે ફરિયાદ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી