Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business News/ 10 અંક વાળા PAN નંબરનો અર્થ તમને ખબર છે ખરો? જાણો કે ચોથા લેટર નો મતલબ શું છે?

PAN Card Number (પાન નંબર) નાણાકીય લેવડ-દેવડ અને કર પ્રણાલીમાં પારદર્શિતા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે…ભારતમાં પાન કાર્ડ ઓળખનો…

February 23, 2026Sangita Purohit Jani
Trending Business
PAN Card Number , ઇન્કમટેક્સ, ભારત, ઓળખ, Document

Business News: ભારતમાં કોઇ પણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ માટે પાન કાર્ડ (PAN Card) એક અનિવાર્ય દસ્તાવેજ (Document) બની ચૂક્યો છે. પાન કાર્ડ એક વ્યક્તિગત ઓળખ બની ચૂક્યું છે જેને ભારત સરકારનો આયકર વિભાગ (Income Tax Department, Indian Government) જારી કરે છે. આ 10 અંકોનો પાન કાર્ડ નંબર (PAN Card Number) આલ્ફાન્યૂમેરિક (Alphanumeric, અક્ષર અને અંક મિશ્રિત) કોડ હોય છે જે વ્યક્તિ અથવા તો સંસ્થાની ટેક્સ સંબંધિત જાણકારીને ટ્રેક કરવા માટે ઉપયોગી છે.

પાન કાર્ડ નંબર (PAN Card Number) શા માટે જરુરી છે?

ટેક્સ ભરવા માટે, બેંકમાં ખાતું ખોલાવવા માટે, રોકાણ કરવા માટે અથવા તો કોઇ પણ જાતના મોટી નાણાકીય લેવડ-દેવડ માટે પાન કાર્ડની આવશ્યકતા રહે છે. પરંતુ, શું તમે ક્યારેય પણ પાન નંબરને ધ્યાનથી જોયો છે ખરો? એમાં લેટર અને ડિજીટ (Letter & Digit) મિક્સ કરીને લખાયેલા હોય છે. એમાં સમાવિષ્ટ અક્ષરો અને અંકોનો પોતાનો એક અર્થ છે જેને સમજવાનો અહિં પ્રયાસ કરીશું.

PAN Card Number , ઇન્કમટેક્સ, ભારત, ઓળખ, Document

શું છે આ પાન કાર્ડ?

PAN નું પૂરું નામ ‘Permanent Account Number’ અર્થાત્ ‘સ્થાયી ખાતા સંખ્યા’ એવું થાય છે જેને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર નાણાકીય લેવડ-દેવડ અને કર પ્રણાલી (Tax System)માં પારદર્શિતા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતમાં પાન કાર્ડ ઓળખનો એક મહત્વપૂર્ણ, માન્ય ગણાતો કાયદાકીય વિકલ્પ (Legal Option) છે.

પાન કાર્ડ નંબરનું ફોર્મેટ સમજીએ

પાન નંબર 10 અંકોનો હોય છે જેમાં અક્ષર અને અંક સામેલ છે. એનું સ્વરુપ આ પ્રકારનું છે.

પ્રથમ 3 અક્ષર અંગ્રેજી વર્ણમાળાના રેન્ડમ લેટર હોય છે.

ચોથો અક્ષર કાર્ડધારકની કેટેગરી દર્શાવે છે દાખલા તરીકે, ‘P’ નો મતલબ Individual (Person, વ્યક્તિ) એવો થાય છે.

પાંચમો અક્ષર કાર્ડધારકના ઉપનામ એટલે કે અટક (Surname)ના પ્રથમ અક્ષરને દર્શાવે છે.

ત્યાર બાદ અન્ય 4 અંક હોય છે અને છેલ્લે એક અક્ષર અથવા અંક હોય છે જે આ નંબરને પૂરી રીતે યૂનિક (Unique Number) બનાવે છે.

PAN Card Number , ઇન્કમટેક્સ, ભારત, ઓળખ, Document

કેટલા પ્રકારના પાન કાર્ડ હોય છે? (Types of PAN Card)

પાન કાર્ડ મુખ્યત્વે બે પ્રકારના હોય છે.

1. પર્સનલ પાન કાર્ડ

આ કાર્ડ (Personal PAN Card) વ્યક્તિગત ટેક્સપેયર્સ માટે જરુરી છે. એ આઈટી રિટર્ન ભરવા, વ્યક્તિગત રોકાણ કરવા અને બેન્કિંગ સંબંધી કામકાજમાં મહત્વપૂર્ણ હોય છે.

2. કંપની પાન કાર્ડ

આ કાર્ડ (Company PAN Card) ભારતમાં રજિસ્ટર્ડ કંપનીઓ માટે જરુરી છે. આ કંપનીઓની ટેક્સ ચૂકવણી અને નાણાકીય લેવડ-દેવડ (Financial Transections) માટે અત્યંત આવશ્યક હોય છે.


આ પણ વાંચો:  રેલવે ભાડાથી લઈને પાન કાર્ડ સુધી….1 જુલાઈથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

આ પણ વાંચો: પાન કાર્ડની જેમ હવે ચૂંટણીકાર્ડ પણ આધાર સાથે લિંક થશે, ચૂંટણી પંચ કરી રહ્યું છે તૈયારીઓ

આ પણ વાંચો: સાઇબર ઠગોની નવી ફ્રોડ સ્ટાઇલઃ ‘પાન કાર્ડ 2.0’  ડાઉનલોડ કરો

Post navigation

ગુજરાતમાં ભારતીય રેલવેનો રેકોર્ડ રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
આઝાદીનો અમર મંત્ર! વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે વિધાનસભામાં CM એ રજૂ કર્યો સંકલ્પ

More Posts

Teachers Day 2022/ શા માટે ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

September 4, 2022garima rao

કોરોના રસીકરણ/ રસીની અછત વચ્ચે ધીમી ગતિએ 18+નું રસીકરણ શરૂ, આ છ રાજ્યો એ કરી શરૂઆત

May 1, 2021May 2, 2021padma prajay

Fack Cough Syrup News/ કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં, EDએ શ્રીસન ફાર્મા સાથે સંકળાયેલ સ્થળોએ દરોડા પાડ્યા

October 13, 2025October 13, 2025Pansara Shruti

Train Accidents/ શ્રીલંકાનો ભયાનક રેલ અકસ્માત, જેમાં ગુમાવ્યા હતા 1700 લોકોએ પોતાનો જીવ

August 4, 2024August 4, 2024Komal Patel
દિશા વાકાણી

Tellywood/ દિશા વાકાણી આ શરતો સાથે પરત ફરી શકે છે તારક મહેતા કા ઉલ્ટામાં, જાણો શું કરી માંગ

January 29, 2022January 29, 2022Maya Sindhav

Not Set/ મુસાફરો રેલ્વેને સમજે છે પોતાની સંપતી, 1 વર્ષમાં આટલી બધી વસ્તુઓ થઇ છે ગાયબ

October 4, 2018October 4, 2018grishma kagda
Safer Internet Day, સુરક્ષિત સાઇબર દિવસ, ઇતિહાસ, ઉદ્દેશ્ય ,મહત્તા

Today Special/ ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ની 10 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે ઉજવણી..જાણો ઉદ્દેશ્ય, ઇતિહાસ અને મહત્વ…

February 10, 2026February 9, 2026Sangita Purohit Jani

up news/ શું ચાંગુર બાબા માત્ર એક ચહેરો છે, કેટલા મોટા કનેક્શન ? ધર્માંતરણનો માસ્ટરમાઇન્ડ કોણ છે?

August 6, 2025Pansara Shruti

Viral Video/ વૃદ્ધ ચાહકનો પંખા પ્રત્યે અદમ્ય લગાવ! લાખો રૂપિયા મળવા છતાં…

December 9, 2024December 8, 2024Komal Patel

આજનું રાશિફળ/ 31 ઑગસ્ટ 2021, મંગળવાર દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?

August 31, 2021Bansari Shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy