Dharm & Bhakti: હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. જે મુખ્યત્વે બે દિવસનો ગણાય છે, હોલિકા દહન (Holika Dahan) અને રંગોત્સવ! આપણે આને હોળી અને ધૂળેટી તરીકે ઓળખીએ છીએ. આ વર્ષ 2026 માં 3 માર્ચના રોજ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવશે.
હોલિકા દહન (Holika Dahan) જોવું આ 5 લોકો માટે અશુભ
આમ તો હોળીને રંગોનો તહેવાર (Holi Festival) માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ એને મનાવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ પર્વો પૈકીનો એક પ્રમુખ તહેવાર ગણાય છે. જે ઋતુકાળ પરિવર્તનનો પણ સંકેત છે. આ દિવસે હોલિકાદહન (Holikadahan) કરવામાં આવે છે જે દુષ્ટતા પર સારપના વિજયનું અને વસંત ઋતુના આગમનનું પણ પ્રતીક છે.
હોળી પ્રગટાવવા માટે લોકો ચાર રસ્તે લાકડા, છાણા અને અન્ય ધૂપ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને હોલિકા દહન કરે છે અને હવે તો વૈદિક હોળી પ્રગટાવવાનો પણ ટ્રેન્ડ વધી રહ્યો છે. હોળીના બીજા દિવસે લોકો એકબીજા પર રંગ અને પાણી ઉડાડીને ધૂળેટી મનાવે છે. આ સિલસિલો પ્રત્યેક વર્ષે ભારતના અનેક રાજ્યો અને સ્થળોએ જાળવવાની પરંપરા (Indian Tradition) છે.
આ વર્ષે હોળી 3 માર્ચ અને રંગભરી હોળી અર્થાત્ ધૂળેટીનો તહેવાર 4 માર્ચના રોજ (Holi & Dhuleti Festival 2026) મનાવવામાં આવશે. ભારતના ખૂણે-ખૂણે અને દુનિયાના અનેક ભાગોમાં પણ આ રંગોત્સવને મનાવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, હોલિકા દહનના અગ્નિના દર્શન 5 વ્યક્તિઓ માટે અશુભ (Ashubh) ગણવામાં આવે છે. લોકમાન્યતાઓ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી અમુક લોકોને હોળીના દર્શન કરવાનો નિષેધ છે. તો ચાલો હવે જાણીએ, આ પરંપરા અંગે વિસ્તારપૂર્વક….

નવવધૂ
કદાચ તમે જાણતા જ હશો કે, હિન્દુ ધર્મમાં લગ્ન પછી નવવધૂ (Newly Married Bride)ને એના પિયર મોકલી દેવામાં આવે છે. ક્યારેય પણ નવી દુલ્હન એના સાસરે હોલિકા દહન જોઇ શકતી નથી. પૌરાણિક કથાનક અનુસાર, હોલિકાના લગ્ન (Holika’s Marriage) ઈલોજી સાથે થનાર હતા પણ લગ્ન અગાઉ જ, એ પોતાના ભાઈ હિરણ્યકશિપુ (Hiranyakashipu)ના કહેવાથી એના પુત્ર અને પોતાના ભત્રીજા પ્રહ્લાદ (Prahlad)ને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ અને ભસ્મ થઇ ગઇ.
એવું કહેવાય છે કે, જ્યારે ઇલોજીની માતા જાન જોડીને પહોંચી ત્યારે પોતાની ભાવિ વહુની ચિતા જોઇને અત્યંત દુ:ખી થઇ અને એ સહન ન થતા એના પ્રાણ નીકળી ગયા! આથી જ એવી પરંપરા છે કે, નવી દુલ્હન (Dulhan) સાસરીમાં હોળીના દર્શન નથી કરતી અને હોળી પહેલા જ પોતાના પિયર પ્રયાણ કરી જાય છે અથવા એના સાસરિયા એને પિયર મોકલી દે છે. કારણ કે, આ પર્વને ‘અધૂરા લગ્ન’ના અપશુકન તરીકે ગણવામાં આવે છે.

સાસુ અને વહુ
એવી પણ એક માન્યતા છે કે, સાસુ અને વહુએ એકસાથે ઊભા રહીને હોલિકા દહન જોવું ન જોઇએ. હોળીના એકસાથે દર્શન કરવાથી સંબંધોમાં મતભેદ અને કડવાશ વધે છે. એવું મનાય છે કે, હોળીના સાથે દર્શન કરવાથી સાસુ-વહુ (Sasu-Vahu)ના સંબંધો ક્યારેય પણ સારા રહેતા નથી. ગૃહ કલેશ ઘરસંસારની ખુશીઓને બરબાદ કરી દે છે.

ગર્ભવતી મહિલાઓ
જે સ્ત્રીઓ માતા બનવાની હોય એમને આ અગ્નિ અનુષ્ઠાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. એમના માટે હોળીની પ્રદક્ષિણા કરવી પણ અશુભ ગણાય છે. આ માટે એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે, અગ્નિની તીવ્ર ઝાળ અને ધુમાડો ગર્ભવતી મહિલા (Pregnant woman)ના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે.

નવજાત શિશુ
નવજાત શિશુઓ (Newborn Babies)ને પણ હોળીના સ્થળથી દૂર રાખવાની પરંપરા ચાલતી આવે છે. એવું કહે છે કે, જે ચાર રસ્તે હોલિકા દહન થાય છે ત્યાં નકારાત્મક ઊર્જા (Negative Energy) અને ભીડભાડ વધારે હોય છે આથી નવજાત બાળકોની સુરક્ષા માટે એમને આ સ્થાન પર લઇ જવામાં આવતા નથી.

જેને એકમાત્ર સંતાન હોય એવી માતા
લોક માન્યતાઓ અનુસાર, જે લોકોને એકમાત્ર સંતાન, પુત્ર હોય કે પુત્રી, હોય એમણે પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઇએ. પૌરાણિક કથા અનુસાર, ભક્ત પ્રહ્લાદ પોતાના પિતા અસુરરાજ હિરણ્યકશિપુનું એકમાત્ર સંતાન હતા.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!
આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!
આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…
