Mahesana News: અખાતમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મહેસાણા (Mahesana)ના ત્રણ વેપારી દુબઈમાં ફસાયા છે. મહેસાણાના ત્રણ વેપારી દુબઈ વેપારના કામથી ગયા હતા. વિમાન સેવા બંધ થતાં ત્રણેય લોકો દુબઈમાં અટવાયા છે. મહેસાણાના આ વેપારીઓએ વતન વાપસી માટે અપીલ કરી છે. તેમણે સ્થાનિક સાંસદ સહિત સરકારને રજૂઆત કરી છે.
મહેસાણા (Mahesana)ના આ વેપારીઓ 25 ફેબ્રુઆરીના રોજ વેબાર અર્થે દુબઈ ગયા હતા. તેઓ હવે શરૂ થયેલા ખાડીયુદ્ધના લીધે અટવાઈ ગયા છે. વેપારીઓએ વિડીયો બનાવીને સરકાર પાસે મદદ માંગી છે. ભારતીય દૂતાવાસે તેઓને સોશિયલ મીડિયા દ્વારા અપડેટ રહેવા જણાવ્યું છે. હાલમાં તો તેઓ ત્યાં સલામત છે, પરંતુ યુદ્ધ જે રીતે વકરતું જાય છે તે જોતાં તેમણે તેઓને ત્યાંથી કાઢવામાં આવે તેના માટે રત સરકારને વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધના કારણે અખાતમાં કેટલાય ગુજરાતીઓ ફસાઈ ગયા છે. કેટલાયની તો અમેરિકા કે યુરોપ જવા દુબઈથી કનેક્ટેડ ફ્લાઇટ હતી, પરંતુ યુદ્ધના લીધે તે રદ થતાં તેઓ પણ દુબઈમાં ફસાઈ ગયા છે. સંખ્યાબંધ ગુજરાતીઓની હાલત યુદ્ધના કારણે આ રીતે કફોડી થઈ ગઈ છે અને તેઓ યુદ્ધમાં ફસાઈ ગયા હોવાનું કહેવાય છે.
ગુજરાતીઓનો મધ્યપૂર્વ સાથે સારો એવો વેપાર છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ જો આપણા સમુદાયના સભ્યો ગુજરાતમાં પાછા ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ.
ઉમરા કરવા ગયેલ અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે. આ યાત્રિકોનો મુશ્કેલી વર્ણવતો વિડીયો પણ મળેલ છે. ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તુરંત વ્યવસ્થા કરે તે માટે શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રધાનમંત્રીશ્રીને તથા વિદેશ મંત્રીશ્રીને ઈમેઈલ કર્યો છે. જ્યાં સુધી પરત ના લાવી શકાય ત્યાં સુધી મોટાભાગના દેશોએ જે રીતે પોતાના નાગરિકોને માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા કરી છે તે રીતે આપણી એમ્બેસીઓ પણ તુરંત વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા
આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો
આ પણ વાંચો: ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા
