Lifestyle/ મોરિંગાથી માંડીને હળદર સુધી…4 શક્તિશાળી ફૂડ્સ…મહિલાઓના PCOS અને સાંધાના દુખાવાને જળમૂળથી મટાડશે..!

આજની દોડધામવાળી જીંદગીમાં આપણુ ડાયેટ ધીમે-ધીમે અસંતુલિત બની રહ્યું છે. આપણા જ રસોડામાં એવા કેટલાયે Desi Superfoods છે જે શરીરને પોષણ..

Trending Food Health & Fitness Lifestyle
Desi Superfoods, સરગવાના પાન, હળદર, મામરો બદામ, તલ

Lifestyle: ડાયાટીશિયન નિષ્ણાતોના મતે યોગ્ય ફૂડ પસંદ કરીને કોઇ વધુ ખર્ચ કર્યા વિના પણ શરીરને હૅલ્ધી રાખી શકાય છે. જો આપણા જ કિચનમાં રહેલા કેટલાક દેશી સુપરફૂડ્સ (Desi Superfoods)ને આપણા આહારનો ભાગ બનાવી લઇએ તો સ્વસ્થ રહેવાનું વધુ આસાન બની જાય છે. તો ચાલો હવે જાણીએ કે, એવા કયા સુપરફૂડ્સ છે જેમનું સેવન કરીને સરળતાથી PCOS અને સાંધાના દર્દ (Joint Pains)નો ઉપચાર કરી શકાય છે?

Desi Superfoods, સરગવાના પાન, હળદર, મામરો બદામ, તલ

દેશી સુપરફૂડ્સ (Desi Superfoods)ને આહારમાં કરો સામેલ

આજની દોડધામવાળી જીંદગીમાં આપણુ ડાયેટ ધીમે-ધીમે અસંતુલિત બની રહ્યું છે. આપણા ખોરાકમાં એવા ફૂડ્સ વધવા લાગ્યા છે જે સ્વાદમાં પણ ઉત્તમ હોય અને ઝડપથી પેટ પણ ભરાઇ જાય! પણ અહિં જ લોકો ભૂલી જાય છે કે, આ ફૂડ્સ આપણી ગટ હૅલ્થ અને સમગ્રતયા સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાનકારક છે! પોષણથી ભરપૂર પારંપરિક ખાદ્ય પદાર્થો મોટાભાગે આપણી થાળીમાંથી ગાયબ થઇ રહ્યાં છે. આપણે એવું જ માની લીધું છે કે હૅલ્ધી રહેવા માટે મોંઘા અથવા તો વિદેશી સુપરફૂડ્સ જરુરી છે, જ્યારે સત્ય એથી વેગળું છે. આપણા જ રસોડામાં એવા કેટલાયે આહાર છે જે શરીરને આવશ્યક પોષક તત્વો પ્રદાન કરી શકે છે.

Desi Superfoods, સરગવાના પાન, હળદર, મામરો બદામ, તલ

મોરિંગા (સરગવા)ના પાન

સરગવાની ફળીઓ અને પાન (Drumstick Leaves) ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે જે મહિલાઓનું સ્વાસ્થ્ય સુધારવામાં અત્યંત અસરકારક સિદ્ધ થાય છે. એમાં સંતરાથી 7 ગણું વધારે વિટામિન-C અને દૂધથી 17 ગણું કેલ્શિયમ હોય છે. આનાથી સામે ઝઝૂમી રહેલી મહિલાઓ માટે એ વરદાન સમાન છે. પીરિયડ નિયમિત કરવા માટે, ગર્ભધારણમાં મદદ મેળવવા અને PCOS ના લક્ષણોને કંટ્રોલ કરવામાં આ પાન અસરદાર સાબિત થાય છે. આ માટે એમને સૂકવીને એનો પાવડર બનાવીને રાખવો. દરરોજ 1 ચમચી પાણી અથવા તો દહીંમાં મિક્સ કરીને એનું સેવન કરવું. શરીરમાં પોષક તત્વોની આપૂર્તિ થશે અને બોડી હૅલ્ધી બનશે.

તલ

તલ (Sesame)ની તાસીર ગરમ હોય છે અને એમનું સેવન સર્દીમાં બોડીને ગરમ રાખે છે. એની ગરમ તાસીરના કારણે ગર્ભવતી મહિલાઓએ એનું સેવન તબીબની સલાહ વિના ન કરવું જોઇએ. 10-15 ગ્રામ તલનું સેવન કરવાથી શરીરને કેલ્શિયમ, હૅલ્ધી ફેટ અને મેગ્નેશિયમ મળે છે જે હાડકા અને સાંધાની પીડાને દૂર કરે છે. સોજા પણ એનાથી દૂર થાય છે. ગઠિયાના દર્દમાં આ નાનકડા બીજ જાદુઇ અસર કરે છે. એનું સેવન કરવા માટે તલને હળવા શેકી લેવા અને પછી એને નાસ્તાના સલાડ અથવા તો શાકમાં ઉમેરીને ખાવા. દરરોજ એક ચમચી સીડ્સ ખાવાથી શરીર હૅલ્ધી રહેશે અને હાડકા પણ મજબૂત બનશે.

Desi Superfoods, સરગવાના પાન, હળદર, મામરો બદામ, તલ

હળદર

PCOS (Polysistic Overy Syndrome) એક મેટાબોલિક અને હોર્મોનલ અસંતુલન છે જેમાં હળદર (Turmeric)નું સેવન મહિલાઓ માટે દવા જેવું અસરકારક સિદ્ધ થાય છે. હળદરથી શરીરમાં એન્ડ્રોજનનું સ્તર ઓછું થાય છે અને આનાથી ચહેરા પર અવાંચ્છિત વાલ અને ણનિયમિત પીરિયડમસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. કરક્યુમિન કાચી હળદરમાં મળે છે અને એનો સોજા વિરોધી ગુણો બ્લડશુગરને પણ કંટ્રોલ કરે છે. એ ઉપરાંત, તણાવને કંટ્રોલ કરવામાં પણ એ મદદગાર સાબિત થાય છે. પાણી કે દૂધમાં એક ચપટી હળદર અને એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીને ઉકાળો અને સ્વાસ્થ્યને એનો ભરપૂર ફાયદો મળશે.

Desi Superfoods, સરગવાના પાન, હળદર, મામરો બદામ, તલ

મામરો બદામ

મામરો બદામ (Mamro Badam) કશ્મીરનો પાક છે અને જેમાં હાઈ લેવલ પર વાષ્પશીલ તેલ હાજર હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. મામરા બદામમાં સાધારણ બદામની સરખામણીએ મોનો-અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ઘણી વધારે માત્રામાં હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ (Cholesterol)નું સ્તર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એનું સેવન કરવાથી મગજથી લઇને હૃદય સુધીની તબિયત સારી રહે છે. સ્કિનને પણ એ હૅલ્ધી રાખે છે અને એનો પૂર્ણપણે ફાયદો મેળવવા માટે એને પલાળીને ખાવી જોઇએ. આ બદામને તમે સ્મૂધી અને દહીં સાથે પણ મિક્સ કરીને ખાઇ શકો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…