World News/ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, હોર્મુઝ સ્ટ્રેટ કાયમી ધોરણે ખોલ્યું; દુનિયાભરમાં તેલના ભાવ ઘટશે

રાષ્ટ્રપતિ Donald Trump હોર્મુઝ સ્ટ્રેટને કાયમી ધોરણે ખોલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના દાવા મુજબ ઈરાન સંઘર્ષ પૂરો થતા તેલના ભાવમાં મોટો ઘટાડો થશે અને મે મહિનામાં તેઓ શી જિનપિંગને મળશે.

international Top Stories World
Donald Trump

International News Summary: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર વિશ્વને ચોંકાવી દીધું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) ને કાયમી ધોરણે ખોલી દીધું છે. ટ્રમ્પના મતે આ નિર્ણયથી માત્ર ચીન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ફાયદો થશે. આ સાથે તેમણે તેલના ભાવમાં ધરખમ ઘટાડો થવાની અને મે મહિનામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત પણ કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટ કાયમી ધોરણે ખુલ્લું

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “ચીન ખૂબ ખુશ છે કે હું હોર્મુઝ સ્ટ્રેટને કાયમી ધોરણે ખોલી રહ્યો છું. હું આ તેમના માટે અને સમગ્ર વિશ્વ માટે કરી રહ્યો છું.” તેમણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી (નાકેબંધી જેવી) સ્થિતિ ફરી ક્યારેય સર્જાશે નહીં.

તેલના ભાવમાં ભારે ઘટાડાની આગાહી

અમેરિકાની મીડિયા એજન્સી ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનો સંઘર્ષ પૂરો થતા જ વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઘટાડો આવશે. હાલમાં તેલની કિંમત અંદાજે 92 ડોલર પ્રતિ બેરલ છે, જે યુદ્ધ સમાપ્ત થયા પછી ઝડપથી નીચે આવશે. આ ઉપરાંત અમેરિકામાં ગેસની કિંમતોમાં પણ ઘટાડો થશે, જે ગ્રાહકો માટે મોટી રાહત સાબિત થશે.

ચીન ઈરાનને હથિયાર નહીં આપે

ટ્રમ્પે (Donald Trump) મોટો ખુલાસો કરતા કહ્યું કે શી જિનપિંગે લેખિતમાં ખાતરી આપી છે કે ચીન ઈરાનને હથિયાર મોકલી રહ્યું નથી. ટ્રમ્પના મતે ચીન આ વાત પર સહમત થઈ ગયું છે, જે વૈશ્વિક શાંતિ માટે મહત્વનું પગલું છે.

મે મહિનામાં Donald Trump-જિનપિંગની મુલાકાત

ટ્રમ્પે (Donald Trump) સંકેત આપ્યો છે કે મે મહિનાની શરૂઆતમાં તેઓ બેઇજિંગમાં શી જિનપિંગને મળી શકે છે. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું કે, “જ્યારે હું તેમને મળીશ, ત્યારે તેઓ મને જોરદાર રીતે ગળે લગાવશે.” આ મુલાકાતમાં ઘણા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.


આ પણ વાંચો :  ઈરાનના 8 તેલ ટેન્કરોને અમેરિકાએ અધવચ્ચે રોક્યા, ટ્રમ્પની નાકેબંધીથી ઈરાનનો 90% વેપાર ઠપ

આ પણ વાંચો :   PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ઈરાન યુદ્ધ પર 40 મિનિટ ચર્ચા, હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો :  ઈરાન સાથે 2 દિવસમાં વાતચીત શક્ય’, ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફના કર્યા વખાણ.