US Seizes Iranian Ship: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના નગારા વાગી રહ્યા છે. ઓમાનના અખાતમાં (Gulf of Oman) યુએસ સૈન્ય દ્વારા ઈરાની ધ્વજ ધરાવતા જહાજ ‘ટુસ્કાન’ (Tuscan) ને કબજે કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા આ સમગ્ર ઓપરેશનનો 33 સેકન્ડનો એક શ્વાસ અધ્ધર કરી દેતો વિડિયો જાહેર કરવામાં આવ્યો છે.
મધરાતે અત્યંત ગુપ્ત ઓપરેશન
જાહેર કરવામાં આવેલા વિડિયોમાં જોઈ શકાય છે કે યુએસ મરીન્સ (US Marines) સૌપ્રથમ ‘યુએસએસ ત્રિપોલી’ (USS Tripoli) યુદ્ધ જહાજ પરથી હેલિકોપ્ટર (America) મારફતે ઉડાન ભરે છે. રાત્રિના ઘનઘોર અંધારામાં અત્યંત ચોકસાઈ સાથે સૈનિકો દોરડા (Fast-roping) વડે જહાજની ડેક પર ઉતરે છે. આ મિશન એટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું હતું કે જહાજ પરના લોકોને સમજવાનો પણ મોકો મળ્યો ન હતો.
શા માટે લેવામાં આવ્યું આ પગલું?
અમેરિકાના (America) જણાવ્યા અનુસાર, ઈરાની જહાજ ટુસ્કાન યુએસ નૌકાદળની નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું અને બંદર અબ્બાસ (Bandar Abbas) તરફ આગળ વધી રહ્યું હતું. યુએસએસ સ્પ્રુઅન્સ (USS Spruance) નામના યુદ્ધ જહાજે 6 કલાક સુધી ચેતવણી આપી હોવા છતાં જહાજ અટક્યું નહોતું. અંતે અમેરિકાએ જહાજના એન્જિન રૂમ પર ગોળીબાર કરી તેની ગતિ અટકાવી દીધી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આ કાર્યવાહીને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે જહાજમાં જોખમી વિસ્ફોટકો હોવાની આશંકા હેઠળ તપાસ ચાલી રહી છે.
ઈરાને આપી America ને ગંભીર ચેતવણી
બીજી તરફ, ઈરાને આ ઘટનાને ‘દરિયાઈ ચાંચિયાગીરી’ (Piracy) ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાની સૈન્ય મુખ્યાલયે આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ(America) બળજબરીથી જહાજની નેવિગેશન સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે. આગામી 22 એપ્રિલે કામચલાઉ યુદ્ધવિરામ (Ceasefire) સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે આ ઘટનાએ પશ્ચિમ એશિયાને વિનાશક યુદ્ધના ઉંબરે લાવી દીધું છે.
આ પણ વાંચો : ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો
આ પણ વાંચો : કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.
