Megharaj News: અરવલ્લીના મેઘરજમાં 178 મતદાન મથકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને મેઘરજ તાલુકાનું વહીવટીતંત્ર સજાગ બન્યું છે. આખું વહીવટીતંત્ર ચૂંટણીને લઈને એકદમ ગતિશીલ બની ગયુ હોય તેવી સ્થિતિ છે. EVM મશીનની મતદાન મથકો પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ચૂંટણીની કામગીરીમાં 1,200 કર્મચારીઓ જોડાયા છે. તેમા વધારાનો 300 સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. કુલ 356 EVM મશીનોની ફાળવણી કરવામાં આવી છે. કુલ 178 મતદાન મથકોમાં 46 મતદાન મથકો છે અને બે અતિસંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે અતિસંવેદનશીલમાં એક અને બે ભૂતિયા મતદાનમથકો છે. મેઘરજમાં ચૂંટણીના માહોલ વચ્ચે હીટવેવ પણ છે. તેના કારણે પણ ગરમી વધી ગઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકોએ પણ વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને છાંયડો મળી રહે તે માટે કેટલાય સ્થળોએ લાંબી લાઇન માટે મંડપ પણ ગોઠવાયા છે, કેટલાય સ્થળોએ વધારાના પંખા પણ રાખવામાં આવ્યા છે.
આ સિવાય ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય મતદાનમથક પર ઉમેદવારની તબિયત લથડે તો તેને ઘટનાસ્થળે જ સારવાર આપવા દરેક મતદાન મથકની બહાર 108ની એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. તેની સાથે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને ઓન ડ્યુટી રહેવા માટે જણાવી દેવાયું છે.
