Lifestyle: શું ફેટ અને કોલેસ્ટ્રોલના કારણે તમે પણ આઇસ ક્રીમ ખાવાનું ટાળો છો? જમ્યા પછી ભાત વધ્યા હોય તો તમે ઘરની વસ્તુઓથી જ આ ઠંડી-ઠંડી વાનગી (Rice Ice Cream Recipe)ની મજા માણી શકશો!
ઉનાળાની ગરમીની સિઝન (Summer Season)માં આઇસક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે! બાળકો હોય કે વડીલો…હર કોઇને આઇસક્રીમનો સ્વાદ પસંદ હોય છે. મોટા ભાગે લોકો રાત્રે જમ્યા બાદ આઇસક્રીમ ખાતા હોય છે. આમ તો બજારમાં એના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે પણ તમે ઘરે જ દૂધ વિનાનો ભાતનો આઇસક્રીમ….હા તમે બરાબર વાંચ્યું છે!….વધેલા ભાતમાંથી તમે આ હોમમેડ હિમક્રીમ (Homemade Ice Cream) બનાવી શકો છો.
શું ફેટ અને કોલેસ્ટ્રોલના કારણે તમે પણ આઇસ ક્રીમ ખાવાનું ટાળો છો? જો એમ કરતા હો તો હવે અહિં તમને એક એવી રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ કે જેમાં દૂધ (Milk) વાપરવાની કોઇ જ જરુર નહિં પડે! આ હિમક્રીમની મજા એ છે કે, ભાત વધ્યા હોય તો તમે ઘરની વસ્તુઓથી જ આ ઠંડી-ઠંડી વાનગીની મજા માણી શકશો!

શી રીતે બનાવશો દૂધ વિનાનો ભાતનો આઇસક્રીમ? (Rice Ice Cream Recipe)
આ સ્પેશ્યલ આઇસક્રીમ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
1 કપ રાંધેલા ભાત
2 કપ પાણી
થોડા કાજુ

1 કપ શેતૂર ફ્રુટ
1 કપ ખાંડ
1 નાની ચમચી તજ પાવડર
1 ટી સ્પૂન વેનિલા એક્સ્ટ્રેક્ટ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક મિક્સર જારમાં રાંધેલા ઠંડા ભાત અને પાણી મિક્સ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરીને ગાળી લો.
2. આઇસક્રીમ બનાવવા માટે તમારે આ હૅલ્ધી દૂધનો ઉપયોગ કરવાનો છે.
3. હવે એક પૅનમાં શેતૂર (Mulberry) લો અને એમાં પાણી તથા ખાંડ કે ખડી સાકર ઉમેરીને એ નરમ થાય ત્યાં સુધી પકાવી લો.
4. હવે તમારે આ મિશ્રણને પણ સારી રીતે ગાળી લેવાનું રહેશે.
5. ત્યાર બાદ, એક બાઉલમાં રાઇસ મિલ્ક, ચિયા સિડ્સ, તજનો પાવડર, વેનિલા એક્સ્ટ્રેક્ટ (Vanilla extract) અને શેતૂરનો તૈયાર કરેલો સિરપ મિક્સ કરી લો.
6. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એમાં સમારેલા કાજુના ટુકડા ઉમેરી દેવા અને મિક્સ કરી લેવું.
7. આ તૈયાર મિશ્રણને આઇસક્રીમ માટેના ખાસ પૉપ્સિકલ મોલ્ડ્સ (Ice Cream Popsicle Molds)માં ભરીને ફ્રીઝરમાં જામવા માટે મૂકી દેવું.
8. થોડા જ કલાકોમાં તમારો હોમમેડ ફ્રુટ રાઇસ આઇસક્રીમ તૈયાર થઇ જશે. એને મોલ્ડમાંથી કાઢી લેવો.
તો તૈયાર છે તમારો ફ્રુટ રાઇસ આઇસક્રીમ….જેને બાળકો (Kids) અને વડીલો તમામ લોકો એન્જોય કરી શકે છે. તો હવે ક્યારેય પણ ભાત વધ્યા હોય અને આઇસક્રીમ ખાવાનું મન થાય તો બહારથી ખરીદવાની જગ્યાએ ઘરે જ આ રેસિપીને ટ્રાય કરી જોજો….અત્રે ઉલ્લેખનીય છે કે, જો તમારી પાસે પૉપ્સિકલ મોલ્ડ્સ ન હોય તો તમે નાના-નાના ગ્લાસમાં પણ આઇસક્રીમ જમાવી શકો છો.
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં વધેલા વાસી ભાતમાંથી બનાવો સરસ મજાની પોચી-પોચી ઇડલી…ઝટપટ રેસિપી..!
આ પણ વાંચો: શરીર રહેશે હાઇડ્રેટેડ…પાચન પણ થશે મજબૂત! બનાવો ચોખાનું પાણી…ઉનાળાનું સ્પેશ્યલ ડ્રિંક…
