Vadodara News/ વડોદરામાં SSG હોસ્પિટલમાં મારામારીનો મામલો

SSG Hospital પરિસરમાં થયેલી આ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે

Gujarat Vadodara
વડોદરાની SSG Hospitalમાં થયેલા મારામારીના મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે

Vadodara News : વડોદરાની SSG Hospitalમાં થયેલા મારામારીના મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે 10થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય શંકાસ્પદોની શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે.

SSG Hospital પરિસરમાં થયેલી આ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે

આ કેસમાં એક એનઆરઆઈ દીકરાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે, જેના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. SSG હોસ્પિટલ પરિસરમાં થયેલી આ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વધુ લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાના કુટુંબીજન સાથે મારામારી

આ પણ વાંચો : નવસારીમાં મતદાન દરમિયાન તણાવ, ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી

આ પણ વાંચો : સાવલી તાલુકા પંચાયતમાં ફોર્મ ભરતી વખતે બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી