Ahmedabad News/ ગ્યાસપુરમાં ગેરકાયદે ધોબીઘાટ પર AMCની કાર્યવાહી

ધોબીઘાટ(Washing Ghat)માંથી નીકળતું પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હતું

Gujarat Ahmedabad
અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ધોબીઘાટ(Washing Ghat) સામે મ્યુનિસિપલ તંત્ર(AMC)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે

Ahmedabad News : અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ધોબીઘાટ સામે મ્યુનિસિપલ તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા 19 ગેરકાયદે યુનિટ્સને તોડી પાડવામાં આવ્યા છે. આ યુનિટ્સ છેલ્લા એક વર્ષથી બિનઅનુમતિ ધમધમતા હતા.

ધોબીઘાટ(Washing Ghat)માંથી નીકળતું પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હતું

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ધોબીઘાટમાંથી નીકળતું પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હતું, જેના કારણે નદી વધુ પ્રદૂષિત થઈ રહી હતી. આ મુદ્દે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ છતાં કામગીરી ન થતાં અંતે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી.

બીજી તરફ, એકમ સંચાલકોનું કહેવું છે કે શહેરમાં અન્ય અનેક ફેક્ટરીઓ પણ પ્રદૂષિત પાણી નદીઓમાં છોડે છે, પરંતુ તેમના સામે કાર્યવાહી થતી નથી. તેમ છતાં ધોબીઘાટ સંચાલકોએ સ્વીકાર્યું છે કે તેઓ પણ પ્રદૂષિત પાણી નદીમાં છોડતા હતા.


આ પણ વાંચો : અમદાવાદમાં ફરી એકવાર AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 10 જાણીતી હોટલોમાં નકલી પનીર પકડાયું

આ પણ વાંચો : અમદાવાદમાં AMCની સજ્જડ કાર્યવાહી, જાહેર રોડ પર પાણીપુરીની લારીઓ પર તવાઈ

આ પણ વાંચો : Ahmedabad : દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો