Delhi News/ દિલ્હીના CM રેખા ગુપ્તાનો મોટો નિર્ણય! અઠવાડિયામાં 2 દિવસ મળશે ‘વર્ક ફ્રોમ હોમ’

Delhiના સીએમ રેખા ગુપ્તાએ લીધા કડક નિર્ણયો. સરકારી કચેરીમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ અપાશે. મંત્રીઓ 1 વર્ષ સુધી વિદેશ નહીં જઈ શકે. અધિકારીઓના પેટ્રોલ ખર્ચમાં 20% નો કાપ.

NATIONAL Top Stories India Breaking News
Work From Home Delhi

Work From Home Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH)ની સુવિધા અમલમાં આવશે. વર્ક ફ્રોમ હોમની સાથે સાથે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરકારી દફતરો (કચેરીઓ) ના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

Delhi: “6 મહિના સુધી નવું વાહન ખરીદશે નહીં”

રાજ્યના નાણાં અને સમય બચાવવા માટે દિલ્હી સરકારનો કોઈપણ મંત્રી આગામી 1 વર્ષ સુધી કોઈપણ પ્રકારના સરકારી કે બિનજરૂરી વિદેશ પ્રવાસે જઈ શકશે નહીં. હવે 50 ટકા મિટિંગ્સ રૂબરૂ કરવાને બદલે વર્ચ્યુઅલ (ઓનલાઈન/વીડિયો કોન્ફરન્સ) પ્લેટફોર્મ પર જ કરવામાં આવશે. સીએમ રેખા ગુપ્તાએ આદેશ આપ્યો છે કે આગામી 6 મહિના સુધી સરકાર કે કોઈપણ વિભાગ દ્વારા નવા સરકારી વાહનની ખરીદી કરવામાં આવશે નહીં. તમામ સરકારી અધિકારીઓને ફાળવવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ક્વોટામાં 20 ટકાનો મોટો કાપ મૂકવામાં આવ્યો છે.


આ પણ વાંચો: દિલ્હીમાં ફરી નિર્ભય જેવી ઘટના:મહિલા સાથે બસમાં ગેંગરેપ

આ પણ વાંચો: દિલ્હીમાં આતંકી ખતરાને પગલે હાઇ એલર્ટ, ચુસ્ત બંદોબસ્ત

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ