Surya Grahan 2026: સૂર્યગ્રહણ એ વિજ્ઞાનની દૃષ્ટિએ એક ખગોળીય ઘટના છે, પરંતુ હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં તેનું એક અત્યંત વિશિષ્ટ મહત્વ રહેલું છે. વર્ષ 2026 નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ(Surya Grahan) ઓગસ્ટ મહિનામાં લાગવા જઈ રહ્યું છે, જે આખા વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ સાબિત થશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, આ ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ 3 ખાસ રાશિના જાતકો માટે આ સમયગાળો રાતોરાત ભાગ્યોદય કરનારો અને આર્થિક સમૃદ્ધિ લાવનારો સાબિત થઈ શકે છે.
ક્યારે અને કેટલો સમય લાગશે ગ્રહણ? (Surya Grahan)
વર્ષ 2026 નું આ અંતિમ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ 2026 ના રોજ લાગશે. આ દિવસે શ્રાવણ મહિનાની અમાસ એટલે કે ‘હરિયાળી અમાસ’ હોવાથી આ ગ્રહણ ધાર્મિક દૃષ્ટિએ વધુ મહત્વપૂર્ણ બન્યું છે. ભારતીય સમય (IST) અનુસાર, આ સૂર્યગ્રહણ(Surya Grahan) 12 ઓગસ્ટની રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે અને 13 ઓગસ્ટની વહેલી સવારે 4:25 વાગ્યે પૂર્ણ થશે. આશરે 6 કલાક અને 21 મિનિટ સુધી ચાલનારું આ ગ્રહણ આ વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે, કારણ કે આ પૂર્વે 17 ફેબ્રુઆરી 2026 ના રોજ લાગેલું પ્રથમ સૂર્યગ્રહણ માત્ર સાડા 4 કલાકનું જ હતું.
ભારતમાં સૂતક કાળ ગણાશે કે નહીં?
આ સૂર્યગ્રહણ ભારતની ભૌગોલિક સીમાઓમાં દ્રશ્યમાન થવાનું નથી. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર, જે ગ્રહણ નરી આંખે દેખાતું ન હોય, તેનો ધાર્મિક પ્રભાવ કે ‘સૂતક કાળ’ (Sutak Kaal) જે-તે વિસ્તારમાં માન્ય ગણાતો નથી. તેથી ભારતમાં આ ગ્રહણનો કોઈ સૂતક કાળ રહેશે નહીં અને તમામ પ્રકારના ધાર્મિક, શુભ કે માંગલિક કાર્યો તેમજ મંદિરના દ્વાર રાબેતા મુજબ ખુલ્લા રહેશે, તેના પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
આ 3 રાશિઓ માટે સમય રહેશે અત્યંત શુભ
જ્યોતિષીય વિશ્લેષણ અનુસાર, આ ગ્રહણના પ્રભાવથી નીચે દર્શાવેલી ત્રણ રાશિના જાતકોને કરિયર, ધન અને સૌભાગ્યમાં જબરદસ્ત લાભ મળી શકે છે:
મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ(Surya Grahan) કરિયરની દૃષ્ટિએ શાનદાર સાબિત થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી અને મોટી તકો હાથ લાગશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોના જીવનમાં આ ગ્રહણ એક નવી અને સકારાત્મક શરૂઆત લઈને આવશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સાનુકૂળ ફેરફારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે સમાજમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
તુલા રાશિ: તુલા રાશિના જાતકો માટે આ ગ્રહણ પ્રબળ ભાગ્યોદય કરનારું નીવડશે. અચાનક ધનલાભ થવાના કારણે આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. અંગત જીવન ખુશહાલ બનશે અને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે.
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનો જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: શનિ જયંતિથી આ 5 રાશિઓનું નસીબ ચમકશે, બુધાદિત્ય રાજયોગ લાવશે સુખ-સમૃદ્ધિનો ભંડાર
