Mehsana News: મહેસાણા જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીઓમાંથી ફેલાતા ઝેરી પ્રદૂષણ (Mehsana pollution) સામે હવે સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા ચાર વર્ષથી ઝેરી કેમિકલયુક્ત ધુમાડા અને પ્રદૂષિત વાતાવરણનો સામનો કરી રહેલા આસપાસના 4થી 5 ગામોના લોકોએ સરકાર સામે આરપારની લડત શરૂ કરી છે.
“અમને ઈચ્છામૃત્યુની પરમિશન આપી દો”
આંદોલનમાં જોડાયેલી મહિલાઓએ તંત્ર સામે ગંભીર શબ્દોમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સરકાર અમને જીવવા માટે શુદ્ધ હવા આપે અથવા અમને ઈચ્છામૃત્યુની પરમિશન આપી દે.” મહિલાઓના આ નિવેદનથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ગ્રામજનોનું કહેવું છે કે રોજિંદા ઝેરી ધુમાડા અને પ્રદૂષણ (Mehsana pollution) ના કારણે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.
Mehsana pollution:ગામડાઓમાં વધી રહી છે બીમારીઓ
સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતી ઝેરી હવાને કારણે આસપાસના ગામોમાં અનેક પ્રકારની બીમારીઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની તકલીફ, સતત ઉધરસ, આંખોમાં બળતરા અને અસહ્ય માથાના દુખાવાની ફરિયાદો વધી રહી છે.ગ્રામજનોનું કહેવું છે કે પ્રદૂષિત વાતાવરણના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે.
તંત્ર સામે ઉઠ્યા સવાલો
ગ્રામજનોએ આ મુદ્દે સ્થાનિક તલાટીથી લઈને જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ લોકો હવે ઉગ્ર આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે.
તાળાબંધીની ચીમકી
ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં કેમિકલ ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય અને પ્રદૂષણ (Mehsana pollution) પર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.સ્થાનિકોએ જરૂર પડે તો ફેક્ટરીઓ સામે તાળાબંધી અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો:મહેસાણા : બોરિસણા ગ્રામ પંચાયત દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડતી કંપનીઓને નોટિસો ફટકારાઈ
આ પણ વાંચો:મહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચો:ઝઘડિયા GIDCમાંથી પોલીસે મોટી કેમિકલ ચોરી, ચોરોને 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
