Breaking News/ સુરતને મળ્યા નવા મેયર: માયા માવાણી મેયર અને સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયર જાહેર

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)માં માયા માવાણી નવા મેયર અને સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયર તરીકે જાહેર થયા. પક્ષ દ્વારા બપોરે 3 વાગ્યે સત્તાવાર જાહેરાત કરાઈ.

Gujarat Top Stories Surat Breaking News
Surat Municipal Corporationમાં નવા મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત

Breaking News: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)માં નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે માયાબેન માવાણી (Mayaben Mawani)ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકાર ચૌધરી (Sudhakar Chaudhary)ને જવાબદારી સોંપવામાં આવી છે.

Surat Municipal Corporation: માયાબેન માવાણીની વરણી

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ (Rajan Patel)ની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા (Alpaben Mehta)ને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

નવા પદાધિકારીઓના નામ જાહેર થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સુરત મનપામાં નવા નેતૃત્વને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે.

નવા મેયર માયાબેન માવાણીએ શહેરના વિકાસ, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાણી પુરવઠો અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યો અને અધિકારીઓ સાથે સંકલનથી કાર્ય કરવાની તેઓએ વાત કરી હતી.

ડેપ્યુટી મેયર સુધાકાર ચૌધરીએ પણ શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે ટીમવર્કથી કાર્ય કરવાની વાત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો.

પક્ષના નેતા તરીકે પસંદ થયેલા અલ્પાબેન મહેતાએ શહેરના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને નાગરિકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.સુરત મનપામાં નવા પદાધિકારીઓની પસંદગી બાદ શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.


આ પણ વાંચો:સુરેન્દ્રનગર મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી, સ્મિતા રાવલ બન્યા ડેપ્યુટી મેયર

આ પણ વાંચો:આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી, ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભી

આ પણ વાંચો:રાજકોટ મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી, ડેપ્યુટી મેયર બન્યા દક્ષા વસાણી