Surat News: સુરત શહેરમાં ફરી એકવાર નશાખોર વાહનચાલકના કારણે ગંભીર અકસ્માત (Surat Accident) સર્જાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવી રહેલા એક ચાલકે બેફામ ગતિએ ત્રણ વાહનોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે.
Surat Accident: સરથાણામાં 5 લોકોને ઉડાવ્યા
મળતી માહિતી મુજબ, ઇલેક્ટ્રિક કાર ચલાવી રહેલો વિજય નામનો યુવક દારૂના નશામાં હતો અને પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. દરમિયાન તેણે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત (Surat Accident) બાદ પણ કાર રોકાઈ નહોતી અને આગળ જઈને બીજી એક કારને પણ અડફેટે લીધી હતી.

અકસ્માત (Surat Accident) એટલો ગંભીર હતો કે બંને બાઈક અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ જોયું કે કારચાલક નશામાં હતો, જેને પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.રોષે ભરાયેલા લોકોએ ચાલકને કારમાંથી બહાર કાઢીને તેની ધોલાઈ કરી હતી. સાથે જ અકસ્માત સર્જનાર કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે.
અકસ્માત (Surat Accident)માં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ લોકોના મારને કારણે કારચાલકને પણ ઇજાઓ પહોંચી હોવાથી તેને પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી તેની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત
આ પણ વાંચો:સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો
આ પણ વાંચો:સુરતમાં નબીરાઓ બેફામ, વેસુમાં રેસ દરમિયાન સર્જ્યો અકસ્માત
