Vadodara News/ માંજલપુર બેઠક પર કોને મળશે ભાજપની ટિકિટ? યોગેશ પટેલ બાદ અનેક દિગ્ગજોના નામ ચર્ચામાં

વડોદરાની માંજલપુર બેઠક (Manjalpur Seat) પર યોગેશ પટેલના નિધન બાદ ભાજપના નવા ઉમેદવારને લઈને ચર્ચાઓ તેજ બની છે. શહેર પ્રમુખ, પૂર્વ મેયર સહિત અનેક દિગ્ગજોના નામ રેસમાં.

Top Stories Gujarat Vadodara Breaking News
Manjalpur Seat:માંજલપુરમાં યોગેશ કાકા બાદ કોણ સંભાળશે રાજકીય વારસો?

Vadodara News: વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Seat)ના વરિષ્ઠ ધારાસભ્ય અને ભાજપના લોકપ્રિય નેતા યોગેશ પટેલના તાજેતરમાં થયેલા નિધન બાદ હવે તેમના રાજકીય ઉત્તરાધિકારી કોણ બનશે તે મુદ્દે ચર્ચાઓએ જોર પકડ્યું છે. યોગેશ પટેલ (Yogesh Patel)ના નિધન બાદ યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં આગામી ઉમેદવારને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

માંજલપુર બેઠક (Manjalpur Seat) પર સતત આઠ વખત વિજય મેળવનાર યોગેશ પટેલે વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી ભાજપ માટે આ બેઠક પર નવા નેતૃત્વની પસંદગી એક મહત્વપૂર્ણ પડકાર બની છે.

Manjalpur Seat:માંજલપુરમાં ટિકિટ માટે દિગ્ગજોની દોડ

રાજકીય ચર્ચાઓમાં હાલ ભાજપના વર્તમાન શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની (City President Dr. Jayaprakash Soni)નું નામ સૌથી વધુ ચર્ચામાં છે. સંગઠનમાં તેમની સક્રિય ભૂમિકા અને લાંબા સમયથી પક્ષ સાથેની સંકળાયેલતા તેમને પ્રબળ દાવેદાર બનાવે છે. આ ઉપરાંત પૂર્વ શહેર પ્રમુખ ડો. વિજય શાહ (Former city president Dr. Vijay Shah)નું નામ પણ સંભવિત ઉમેદવારોમાં ગણવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ (Former Vadodara Mayor Nilesh Rathod) પણ ચર્ચામાં છે. તેઓ યોગેશ પટેલના નજીકના સહયોગી તરીકે ઓળખાતા હતા. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ (Former Corporator Ghanshyam Patel)નું નામ પણ સંભવિત ઉમેદવારોમાં લેવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકો માને છે કે સંગઠન અને સ્થાનિક લોકપ્રિયતા બંને બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપ આગામી નિર્ણય લઈ શકે છે.

Manjalpur Seat:ઉમેદવારની પસંદગી અંતિમ ક્ષણે 

ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly Elections) દરમિયાન પણ માંજલપુર બેઠક માટે ઉમેદવારની પસંદગી અંતિમ ક્ષણે કરવામાં આવી હતી. ત્યારે અનેક નવા નામોની ચર્ચા વચ્ચે ભાજપે (BJP) ફરી એક વખત યોગેશ પટેલ (Yogesh Patel) પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા. તે સમયે પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કે.પી. પટેલ અને હિમાંશુ પટેલ જેવા નામો પણ ચર્ચામાં હતા.

હાલ ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન સ્તરે મનોમંથન શરૂ થઈ ગયું હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. હવે પક્ષ કોના નામ પર મહોર મારે છે તેના પર સમગ્ર શહેરની નજર મંડાઈ છે.


આ પણ વાંચો:વડોદરામાં માંજલપુરના BJPના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, ગુજરાત વિધાનસભા ફરીથી ખંડિત

આ પણ વાંચો:ડિજિટલ એરેસ્ટના પ્રયાસ બાદ MLA યોગેશ પટેલે ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો

આ પણ વાંચો:તું જે સ્કૂલમાં ભણ્યો છે હું તેનો પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું: Cyber Mafia ને MLA યોગેશ પટેલનો જવાબ