Ahmedabad News/ અમદાવાદમાં ઓટો રિક્ષામાં દાગીના ચોરી કરનાર ઝડપાયો

અમદાવાદમાં ઓટોરિક્ષાં દાગીનાની ચોરી કરનાર ઝડપાયો છે. પેસેન્જરોને નિશાન બનાવતા ચોરની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ એલસીબી ઝોન-3ની કાર્યવાહીમાં આ ચોરની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Others

Ahmedabad News: અમદાવાદમાં ઓટોરિક્ષાં દાગીનાની ચોરી કરનાર ઝડપાયો છે. પેસેન્જરોને નિશાન બનાવતા ચોરની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ એલસીબી ઝોન-3ની કાર્યવાહીમાં આ ચોરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ચોરની ધરપકડ કરીને 2.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે કાલુપુરના દાગીના ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે.

સોનાના ઝવેરાત અને ઓટોરિક્ષા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓટોરિક્ષામાં મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતો હતો. આરોપીની પૂછપરછમાં અનેક ગુના અને અનેક ચોરીઓનો પર્દાફાશ થવાની સંભાવના છે. પોલીસે તેની પૂછપરછ આદરી છે અને તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદમાં વાહન ચોરી ખૂબ જ વધી ગઈ છે. શહેરમાં સામાન્ય રીતે જો જોવા જઈએ તો દર રોજ એક વાહન ચોરીની ઘટના ઘટી રહી છે. ચોરી મનફાવે તે સમયે લોકોના કીમતી વાહનો ચોરી કરીને નાસી રહ્યા છે. અને પોલીસ કોઈ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી. તેથી હવે શહેરના ક્રિમીનલ વાતાવરણને જોતા લાગી રહ્યું છે કે જાણે ચોરોના દિલમાં અને દિમાગમાં પોલીસથી કોઈ ખોફ જ રહ્યો નથી.

તાજેતરમાં અમદાવાદમાં બાપુનગર, આનંદ નગર તેમજ માધુપુરામાં વાહન ચોરીની જુદી જુદી ત્રણ ઘટના બની હતી. ત્રણ વાહન ચોરીના કિસ્સા એક જ દિવસમાં શહેર બની જતા  શહેરમાં પોલીસની પેટ્રોલિંગ ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આટલું જ નહીં અમદાવાદમાં દૂધના પાઉચની ચોરીની પણ ઘટના બનવા લાગી છે. અમદાવાદના  વસ્ત્રાલમાં વહેલી સવારે દૂધ ચોરોની (Milk Theft) એક ટોળકી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાલમાં યુનાઇટેડ સ્કૂલ પાસેના અમૂલ પાર્લરમાંથી એક અજાણ્યો માણસ આશરે 100 લિટર દૂધ ચોરીને ભાગી ગયો હતો, જેનાથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો.

વસ્ત્રાલ યુનાઇટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં ઘણી દૂધની ડેરીઓ અને પાર્લર છે.ત્યારે ગઈકાલે વહેલી સવારના સમયે દૂધની ગાડી વાળા  દૂધની ડિલિવરી કરીને નીકળી ગયા હતા,આ દરમિયાન દુકાનદારો હજુ પહોંચ્યા ન હતા, ત્યારે આ સમયનો લાભ ઉઠાવવીને દૂધની ચોરી (Milk Theft) કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે, યુનાઇટેડ સ્કૂલની સામે અમૂલ પાર્લર પર દૂધના ડબ્બા ઉતારવામાં આવ્યા હતા. વહેલી સવારે, એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો અને ડબ્બામાંથી આશરે 100 લિટર દૂધના પાઉચ ચોરીને ભાગી ગયો હતો.

આ ચોરીની ઘટના બન્યા બાદ  જ્યારે  તે વિસ્તારના અન્ય ડેરી માલિકો ભેગા થયા ત્યારે ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા હતા. તેમાં રહેલા ઘણા ડેરી માલિકો સ્વીકારે છે કે તેમના વિસ્તારમાંથી પણ દૂધ ચોરી (Milk Theft) થઈ રહ્યું છે. જો કે, મોટાભાગના વેપારીઓ ફરિયાદ નોંધાવવાનું ટાળી રહ્યા છે કારણ કે ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો છે અને તેઓ પોલીસ કાર્યવાહીનો સામનો કરવા માંગતા નથી.


આ પણ વાંચો: અમદાવાદમાં ચોરીઓના કિસ્સા વધ્યા, એક દિવસમાં ત્રણ વાહનચોરીની ઘટના

આ પણ વાંચો: લો બોલો! હવે અમદાવાદમાં દૂધ પણ નથી સુરક્ષિત,વસ્ત્રાલમાં દુકાન બહાર રાખવામાં આવેલ દૂધની ચોરી

આ પણ વાંચો: અમદાવાદમાં ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, SOGએ બે આરોપીઓની ધરપકડ કરી