National News/ ખાન સર વિરુદ્ધ FIR કરાવવા રૌશન આનંદના ધરણા, ભાઈના મોત બાદ પરિવારે માંગી સુરક્ષા

બિહારના પટનામાં જ્ઞાન બિંદુ સંસ્થાના ડાયરેક્ટર રૌશન આનંદે ખાન સર(Khan sir) વિરુદ્ધ FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન બહાર ધરણા કર્યા છે. ભાઈ પ્રિન્સ યાદવના શંકાસ્પદ મોત બાદ પરિવારે CBI તપાસ અને સુરક્ષાની માંગ કરી છે. વાંચો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India Education
Khan sir

Khan sir controversy patna:  બિહારના પટનાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પટનાના પ્રખ્યાત ‘જ્ઞાન બિંદુ જીએસ એકેડેમી’ (Gyan Bindu GS Academy) ના ડિરેક્ટર રૌશન આનંદે જાણીતા શિક્ષક ફૈઝલ ખાન અર્થાત ‘ખાન સર’ (Khan Sir) વિરુદ્ધ મોરચો માંડ્યો છે. રૌશન આનંદે પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. તેમનો આરોપ છે કે વારંવાર અરજી કરવા છતાં પણ પોલીસ આ મામલે FIR નોંધવામાં આનાકાની કરી રહી છે. આનાથી નારાજ થઈને તેઓ પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને ભાવુક થઈને કહ્યું હતું કે, “યા તો મને મારી નાખો, અથવા ખાન સર વિરુદ્ધ FIR દાખલ કરો.”

વિદ્યાર્થીઓ પણ સમર્થનમાં આવ્યા

રૌશન આનંદના આ ધરણા પ્રદર્શનની ખબર વાયુવેગે ફેલાઈ જતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના સમર્થનમાં કદમકુઆં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ખાન સર(Khan sir) વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Khan sir

ભાઈના મોત બાદ રૌશન આનંદના જીવ પર જોખમ(Khan sir)

આ સમગ્ર વિવાદ વચ્ચે રૌશન આનંદના પરિવારની ચિંતામાં પણ મોટો વધારો થયો છે. તાજેતરમાં જ રૌશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ભાઈના મોત બાદ હવે પરિવારને રૌશન આનંદની સુરક્ષાને લઈને મોટો ડર સતાવી રહ્યો છે. રૌશન આનંદના કાકા મનોજ યાદવે મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી છે કે વિરોધી તત્વો રૌશનને પણ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે પ્રિન્સના અવસાન બાદ પરિવારમાં હવે રૌશન જ એકમાત્ર સહારો બચ્યા છે.

પરિવારે સુરક્ષા ન મળવાનો લગાવ્યો આરોપ

કાકા મનોજ યાદવના જણાવ્યા અનુસાર, પરિવારે અગાઉ પણ સરકાર પાસે સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી. જેલમાંથી જામીન મળ્યા બાદ પટનાથી સહરસા સુધીની મુસાફરી દરમિયાન પણ તેમની સાથે કોઈ સુરક્ષા નહોતી, જેથી સંપૂર્ણ પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. આ સાથે જ પરિવારે ન્યાયપાલિકા પર ભરોસો મૂકતા પ્રિન્સ યાદવના મોતની CBI તપાસ કરાવવાની માંગ દોહરાવી છે જેથી દૂધનું દૂધ અને પાણીનું (Khan sir)પાણી થઈ શકે.


આ પણ વાંચો :  ‘તે ભણાવતા નથી, માત્ર ષડયંત્ર રચે છે’,  રૌશન આનંદે ખાન સર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો : ખાન સરના કોચિંગ સેન્ટર પર પથ્થરમારો અને તોડફોડ, પોલીસે ફાયરિંગનો દાવો નકાર્યો, ગાર્ડ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : પટના સિવિલ કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યા ખાન સર, પોલીસ ધરપકડ કરે તે પહેલાં મોટો નિર્ણય