Dholka Farmers Protest GSPL: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ભોળાદથી ભાયલા સુધી નાખવામાં આવી રહેલી GSPL (Gujarat State Petronet Limited) ની ગેસ પાઇપલાઇનને લઈને સ્થાનિક ખેડૂતોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર જ તેમની કિંમતી જમીનમાં જબરજસ્તી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ (Dholka Gas Line Protest)
સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા મુજબ, કંપની અને પ્રશાસન દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના કે યોગ્ય પ્રક્રિયા વિના જ સ્થળ પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ પ્રોટેક્શન હેઠળ જમીનમાં ખોદકામ અને પાઇપલાઇનની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ખેતી જ જેમની આજીવિકાનું મુખ્ય સાધન છે, તેવા ખેડૂતોની મંજૂરી અને હક્કોને ધ્યાનમાં લીધા વગર થતી આ પ્રક્રિયા સામે સરગવાડા ગામમાં ભારે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
વળતર વગર જમીન પર કબજો કેમ?
ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હોબાળા(Dholka Gas Line Protest) બાદ રોષે ભરાયેલા ખેડૂતો ન્યાયની માંગ સાથે સીધા કોઠ પોલીસ સ્ટેશન (Koth Police Station) ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે કાયદા અને નિયમ મુજબ જમીનના ઉપયોગ બદલ યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર અને GSPL (Dholka Gas Line Protest)ના અધિકારીઓ ખેડૂતોની રજૂઆતો પર શું નિર્ણય લે છે અને વિવાદ કેવી રીતે થાળે પાડે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો:સાણંદના ડરણ ગામે પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ
આ પણ વાંચો:ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકીય જંગ: AAP-કોંગ્રેસ વચ્ચે ‘અસલી મસીહા’ બનવાની હોડ, ભાજપ પણ મેદાનમાં
આ પણ વાંચો:ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: સાંભળ્યા વિના વીજલાઇન નાંખવાની મંજૂરી રદ
