Ahmedabad News/ અમદાવાદના ગરીબનગર વિસ્તારમાં અકસ્માત,1નું મોત

અકસ્માત (Accident)ને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી હતી

Gujarat Ahmedabad
શહેરના ગરીબનગર (Garib Nagar) વિસ્તારમાં સોમવારે એક ગંભીર માર્ગ અકસ્માત (Accident) સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી

Ahmedabad News : શહેરના ગરીબનગર (Garib Nagar) વિસ્તારમાં સોમવારે એક ગંભીર માર્ગ અકસ્માત (Accident) સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, સફેદ રંગની હેરિયર કાર (Harrier Car)અચાનક બેકાબૂ બની જતા રસ્તા પર ચાલતા પાંચથી છ લોકોને અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે કાર ચાલકને અચાનક અટેક અથવા ઇચકી જેવી તબીબી સમસ્યા સર્જાતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. જોકે, અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત (Accident)ને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ શહેરમાં માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની તબીબી સ્થિતિ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો : ચાર મિત્ર કામ પતાવી ઘરે પરત ફરતાં અકસ્માત નડ્યો, સાળા-બનેવીના મોત, બે યુવાન ઘાયલ

આ પણ વાંચો : સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન

આ પણ વાંચો : વડોદરાના વાઘોડિયા તાલુકાના દાખેડા ગામ પાસે ભયાનક અકસ્માતમાં દંપતીનું મોત