National News/ માત્ર ગાળો બોલવાથી ‘અશ્લીલતા’ સાબિત થતી નથી: સુપ્રીમ કોર્ટ, IPC કલમ 294 અંગે આપી મહત્વપૂર્ણ સ્પષ્ટતા

Supreme Court Obscenity Judgment: સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો IPC કલમ 294 હેઠળ અશ્લીલતા ગણાતો નથી. જાણો કોર્ટનું સંપૂર્ણ અવલોકન.

NATIONAL

National News: સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 294ને લઈને એક (Supreme Court Obscenity Judgment)  મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ઝઘડા દરમિયાન બોલાયેલી ગાળો અથવા અભદ્ર ભાષા માત્ર એટલા આધારે ‘અશ્લીલતા’ (Obscenity)  ગણાવી શકાય નહીં. કોર્ટે જણાવ્યું કે કલમ 294 લાગુ (IPC 294 Judgment) કરવા માટે વપરાયેલા શબ્દોમાં જાતીય સંકેત અથવા કામુકતા હોવી જરૂરી છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.

શું હતો સમગ્ર કેસ?

આ કેસ વર્ષ 2017માં તમિલનાડુમાં થયેલા જમીન વિવાદ સાથે (Supreme Court Obscenity Judgment) સંબંધિત હતો. ફરિયાદ મુજબ, વિવાદ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિએ ફરિયાદીને અપશબ્દો બોલ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ધારદાર હથિયાર વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા કેટલાક આરોપોમાં રાહત આપવામાં આવી હતી, પરંતુ IPCની કલમ 294, 326 અને 506 હેઠળની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. અંતે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.

કોર્ટની મહત્વપૂર્ણ સ્પષ્ટતા

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે IPCની કલમ 294 હેઠળ કાર્યવાહી કરવા માટે (Supreme Court Verdict) આ તમામ બાબતો જરૂરી છે. વપરાયેલા શબ્દો અથવા કૃત્યમાં જાતીય સંકેત અથવા કામુકતા હોવી જોઈએ, ઘટના જાહેર સ્થળે બની હોવી જોઈએ, તેનાથી હાજર લોકોને વાસ્તવિક રીતે અગવડતા અથવા માનસિક ત્રાસ થયો હોવો જોઈએ.કોર્ટે નોંધ્યું કે માત્ર અપશબ્દો બોલવાથી અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી આપમેળે અશ્લીલતાનો ગુનો બનતો નથી.

ધમકી અંગે પણ મહત્વનું અવલોકન

ચુકાદામાં કોર્ટે એ પણ જણાવ્યું કે ઝઘડા દરમિયાન ગુસ્સામાં આપવામાં આવેલી દરેક ધમકી ગુનાહિત ધાકધમકી ગણાતી નથી. તે માટે એ સાબિત થવું જરૂરી છે કે ધમકી પાછળ સામેવાળી વ્યક્તિમાં ભય પેદા કરવાનો સ્પષ્ટ ઈરાદો હતો.

હુમલાના ગુનામાં સજા યથાવત, સજામાં રાહત

જોકે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આરોપીએ ધારદાર હથિયાર વડે ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડી હતી અને મેડિકલ પુરાવાઓથી આ બાબત સાબિત થતી હતી. તેથી IPCની કલમ 326 હેઠળની દોષિતતા યથાવત રાખવામાં આવી. આરોપીની ઉંમર, સ્વાસ્થ્ય અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે જેલની સજા ઘટાડીને “કોર્ટ ઊઠે ત્યાં સુધીની કેદ” (Imprisonment t ill the Rising of the Court) કરી દીધી હતી. સાથે જ આરોપી પર રૂ.50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો.


આ પણ વાંચો: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર વિશ્વની નજર: BBC, Reuters, Bloomberg અને DW સહિતના વિદેશી મીડિયાએ શું લખ્યું?

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસની એન્ટ્રી: 21 નવા કેસ સાથે કુલ સંખ્યા 48 પર પહોંચી, આરોગ્ય વિભાગ એલર્ટ

આ પણ વાંચો: જંતર-મંતર પર કુણાલ કામરાના નિવેદનથી વિવાદ: સોશિયલ મીડિયામાં કામરાનો વિરોધ