Ahmedabad News/ અમદાવાદમાં McDonald’s રેસ્ટોરન્ટ સીલ: વેજ બર્ગરની જગ્યાએ ચિકન બર્ગર ડિલિવર થતાં AMC ફૂડ વિભાગની કાર્યવાહી

અમદાવાદના નરોડા વિસ્તારમાં Ahmedabad McDonald’s રેસ્ટોરન્ટે ઓનલાઈન વેજ બર્ગરના બદલે ચિકન બર્ગર મોકલતાં ગ્રાહકે AMCમાં ફરિયાદ કરી. તપાસ બાદ ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને સીલ કરી દીધું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
વેજના બદલે ચિકન બર્ગર, Ahmedabad McDonald's સીલ

Ahmedabad News: શહેરમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારના હંસપુરા નજીક આવેલી McDonald’s રેસ્ટોરન્ટમાંથી એક ગ્રાહકે ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ડિલિવરી દરમિયાન તેને વેજ બર્ગરની જગ્યાએ ચિકન બર્ગર મળ્યો. ઘટનાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગમાં કરવામાં આવતા અધિકારીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરી.

Ahmedabad McDonald’sમાંથી વેજ ફૂડ ઓર્ડરમાં નોનવેજ પહોંચ્યું

માહિતી અનુસાર, 20 જુલાઈની રાત્રે ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે વેજ સ્પાઈસી પનીર બર્ગર, ચીઝ બર્ગર અને કોકાકોલાનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી મળ્યા બાદ પેકેટ ખોલતાં તેને વેજ સ્પાઈસી પનીર બર્ગરની જગ્યાએ સ્પાઈસી ચિકન બર્ગર મળ્યું હોવાનું સામે આવ્યું.

ઘટનાથી આશ્ચર્યચકિત બનેલા ગ્રાહકે તરત જ સંબંધિત McDonald’s રેસ્ટોરન્ટનો સંપર્ક કર્યો અને પોતાની ફરિયાદ રજૂ કરી. જોકે, સંતોષકારક જવાબ ન મળતાં તેણે સમગ્ર મામલે AMCના ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી.

ફરિયાદ મળ્યા બાદ AMCના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક રેસ્ટોરન્ટ પર પહોંચી હતી. અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી અને પ્રાથમિક તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના બાદ ઓનલાઈન ફૂડ ડિલિવરીની વિશ્વસનીયતા અને ફૂડ હેન્ડલિંગ પ્રક્રિયા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ અથવા વ્યક્તિગત પસંદગીને ધ્યાનમાં રાખીને વેજ ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકો માટે આવી બેદરકારી ગંભીર માનવામાં આવે છે.

AMCના ફૂડ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગ્રાહકોના આરોગ્ય અને વિશ્વાસ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જો તપાસમાં વધુ ગેરરીતિઓ સામે આવશે તો નિયમો મુજબ વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને SG હાઈવેનાં સાત રેસ્ટોરન્ટ કર્યા સીલ

આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ: થલતેજ, બોડકદેવ અને વસ્ત્રાપુરની 6 હોટલો સીલ

આ પણ વાંચો:હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અને તેના એનાલોગ ઉત્પાદનો અંગે રાજ્યવ્યાપી ડિસ્પ્લે બોર્ડ અંગેની સ્પે. ડ્રાઈવ