Lifestyle News/ ચહેરા પર અચાનક ઉપસી આવેલા ખીલથી છો પરેશાન? નેચરલ ગ્લો માટે અજમાવો આ 3 અસરકારક પાંદડાં

Beauty Tips: ચહેરા પર અચાનક થયેલા ખીલ અને ડાઘ-ધબ્બાથી છુટકારો મેળવવા માટે તુલસી, ફુદીનો અને લીમડાના પાનનો ઉપયોગ કરો. જાણો પિમ્પલ્સ મટાડવાની સરળ અને કુદરતી રીત.

Lifestyle Health & Fitness
Beauty Tips Cure acne without chemicals.

Beauty Tips: કોઈ ખાસ પ્રસંગ, તહેવાર કે લગ્નપ્રસંગ પહેલાં જ ચહેરા પર અચાનક ખીલ કે ડાઘ-ધબ્બા દેખાવા લાગે ત્યારે દેખાવ બગડવાની ચિંતા વધી જાય છે. કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને બદલે કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરવો ત્વચા માટે સુરક્ષિત (SkinCare )અને ઝડપી પરિણામ આપનાર સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવેલા કેટલાક એન્ટીબેક્ટેરિયલ અને ઔષધીય પાંદડાં ત્વચાના બેક્ટેરિયાનો નાશ કરીને ખીલ (PimpleCare )અને સોજાને કુદરતી રીતે શમાવે છે.

આ કુદરતી પાંદડાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને ચહેરા પર ત્વરિત કુદરતી ચમક પાછી આવે છે.

 ખીલ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે અજમાવો આ 3 ઔષધીય પાન

તુલસીના પાન: તુલસીમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-માઈક્રોબાયલ ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તુલસીના પાનની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ત્વચાના ઈન્ફેક્શન, એલર્જી અને ખીલની સમસ્યા મૂળમાંથી દૂર થાય છે.

ફુદીનાના પાન: ફુદીનામાં રહેલું નેચરલ મેન્થોલ ત્વચાને ઠંડક આપે છે. તે એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ધરાવતું હોવાથી ખીલના સોજા, લાલાશ અને બળતરાને તાત્કાલિક શાંત કરવામાં મદદ કરે છે.

કડવો લીમડો: લીમડો ત્વચા માટે ઉત્તમ ડીટોક્સિફાયર છે. લીમડાના પાનની પેસ્ટ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ બનાવતા બેક્ટેરિયા નષ્ટ થાય છે અને ત્વચાના નવા કોષોના વિકાસને વેગ મળે છે.

ત્વચાની સંભાળ માટે આટલું ખાસ ધ્યાન રાખો

આ પાંદડાંનો રસ કે પેસ્ટ ચહેરા પર 10 થી 15 મિનિટ રાખ્યા બાદ હૂંફાળા કે સાદા પાણીથી ચહેરો ધોઈ લેવો જોઈએ. આ ઉપરાંત, ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનું કે ખીલને ફોડવાનું ટાળવું જોઈએ જેથી ઈન્ફેક્શન ચહેરાના અન્ય ભાગોમાં ન ફેલાય.


આ પણ વાંચો :બપોરે જમ્યા પછી આળસ અને ઊંઘ આવે છે? ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ, આખો દિવસ રહેશો એનર્જેટિક

આ પણ વાંચો :ઘર બનશે ‘નેચરલ એર ફ્રેશનર’: આ 5 મનમોહક સુગંધિત છોડથી તમારા ઘરના ખૂણે-ખૂણા મહેકી ઊઠશે

આ પણ વાંચો :ચોમાસાની ભીની મોસમમાં ઘેરબેઠાં બનાવો મોંમાં પાણી લાવી દે તેવી 5 મસાલેદાર વાનગીઓ