Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના ઉમિયા કેમ્પ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષના એક વિદ્યાર્થીએ આપઘાત (Suicide)કરી જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી આર.સી. ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ઉમિયા કેમ્પ (Umiya Camp)વિસ્તારમાં તેણે આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે ઘટનાની વિવિધ પાસાઓથી તપાસ શરૂ કરી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.
