Health & Fitness News : હાથ અને પગના નખ, ત્વચા તેમજ ક્યુટિકલ્સને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે (Beauty & Skincare) મેનીક્યોર-પેડિક્યોર અત્યંત ઉપયોગી ટ્રીટમેન્ટ છે. સામાન્ય રીતે દર 20 થી 25 દિવસે આ પ્રોસેસ કરાવવાથી વ્યક્તિત્વ વધુ આકર્ષક લાગે છે. જોકે, પાર્લર કે ઘરે મેનીક્યોર-પેડિક્યોર કરાવ્યા બાદ જો યોગ્ય સંભાળ લેવામાં ન આવે, તો ત્વચાને નુકસાન થઈ શકે છે અને કાળાશ (Tanning) આવી શકે છે.
Beauty & Skincare : સેશન પછી ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો
ખુલ્લા પગે ચાલવું અને ગ્લોવ્ઝ ન પહેરવા: પેડિક્યોર બાદ પોર્સ (Pores) ખુલ્લા અને સંવેદનશીલ હોય છે. તેથી જમીન પર ખુલ્લા પગે ચાલવાથી ધૂળ-ગંદકી ઝડપથી જમા થાય છે. ઘર કે બહાર સ્લીપરનો ઉપયોગ કરો. તેમજ મેનીક્યોર પછી વાસણ કે કપડાં ધોતી વખતે 2 દિવસ સુધી હેન્ડ ગ્લોવ્ઝ (Gloves) ચોક્કસ પહેરો.ટ્રીટમેન્ટ પછી ડેડ સ્કિન નીકળી ગઈ હોવાથી સૂર્યના UV કિરણો ત્વચાને ઝડપથી ટેન કરે છે. તેથી બહાર જતી વખતે હાથ-પગ પર સનસ્ક્રીન અચૂક લગાવો.
તરત જ મહેંદી મૂકવી: સેશન પછીના બે દિવસ સુધી હાથ કે પગ પર મહેંદી ન મૂકવી. આ સમયે ત્વચા સન્સિટિવ હોવાથી મહેંદીનો રંગ ખુલ્લા છિદ્રોમાં ઊંડે ઉતરીને કાયમી ડાઘ બનાવી શકે છે.
મોઇશ્ચરાઇઝર સ્કીપ કરવું: ગરમ પાણી અને સ્ક્રબિંગના કારણે ત્વચાનો કુદરતી ભેજ ઓછો થઈ જાય છે. ત્વચા શુષ્ક થઈને ફાટી ન જાય તે માટે નિયમિતપણે બોડી લોશન કે મોઇશ્ચરાઇઝર લગાવો.
ત્વચાને જોરથી ઘસવી: શરૂઆતના 12 થી 24 કલાક હાથ-પગને વધુ પડતા પાણી અને કેમિકલથી બચાવો. હાથ સાફ કરવા હળવા હેન્ડવોશનો ઉપયોગ કરો અને ત્વચાને જોરથી સ્ક્રબ કરવાનું ટાળો.
હાથ-પગની દૈનિક સંભાળ રાખવાની સરળ રીત
રૂટિનમાં આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે હાથ-પગની ચમક જાળવી શકો છો
રોજિંદી સફાઈ અને મોઇશ્ચરાઇઝિંગ: દરરોજ હાથ-પગને સોફ્ટ સાબુથી સાફ કરી તરત જ મોઇશ્ચરાઇઝર લગાવો.
સન પ્રોટેક્શન: તડકામાં બહાર જતી વખતે ટેનિંગ રોકવા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો.
હળવું એક્સ્ફોલિયેશન: અઠવાડિયામાં 1 થી 2 વાર હળવા સ્ક્રબથી મૃત કોષો (Dead Skin) દૂર કરો.
નિયમિત ટ્રીટમેન્ટ: દર 20 થી 25 દિવસે મેનીક્યોર-પેડિક્યોર કરાવીને નખ અને ક્યુટિકલ્સની સંભાળ લો.
આ પણ વાંચો :પોતું કરવાના પાણીમાં મિક્સ કરી દો આ વસ્તુઓ…ઘરમાં સુગંધ ફેલાશે…બેક્ટેરિયા નહિં!!
આ પણ વાંચો :ઘરે જ બનાવો ઘઉંના લોટમાંથી મેંદો…એક વાર આ પદ્ધતિ જાણી લો…બજારમાંથી નહિં લાવો!
આ પણ વાંચો :સાંજના નાસ્તામાં બનાવો દહીં પનીર સેન્ડવિચ…પ્રોટિન તથા પ્રોબાયોટિક્સથી ભરપૂર રેસિપી…
