Beauty Tips: અનેક વાર તમે જોયું હશે કે લોકોનો ચહેરો તો ચમકે છે પણ ગરદન, કોણી અને ઢીંચણ કાળા હોય છે! આ માટે અહિં તમને કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો (Household Skin Cleaning Tips) બતાવવા જઈ રહ્યાં છીએ…એનું કારણ એ છે કે આપણે ચહેરા પર તો ધ્યાન આપીએ છીએ પણ ગરદન, કોણી અને ઢીંચણની ત્વચાને નજરઅંદાજ કરીએ છીએ…તમે ઈચ્છતા હો તો આ કાળી પડેલી ત્વચાને સ્વચ્છ બનાવી શકો છો.
ત્વચાની કાળાશ શી રીતે દૂર કરવી? (Skin Cleaning Tips)
ગરદન, કોણી અને ઢીંચણની ત્વચા ઉપરાંત ચહેરાની કાળાશ દૂર કરવા માટે આ 5 નુસખા (remedies) અજમાવો.

1. ચંદન પાવડર (Sandalwood powder)
ત્વચા બેજાન થઈ ગઈ હોય અને એનો નિખાર પરત આવે એમ ઈચ્છતા હો તો ચંદન પાવડરનો ઉપયોગ કરવો. ચંદન પાવડરમાં થોડું નારિયેળ પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ જેવું બનાવી લો. એમાં 1-2 ટીપાં બદામનું તેલ ઉમેરો અને જ્યાં પણ કાળાશ હોય એ ભાગ પર લગાવીને રાખો. 15 મિનિટ બાદ પાણીથી ધોઈ લેવો.
2. મધ અને પપૈયું (Papaya & Honey)
ચહેરા અને ગરદનની કાળાશ દૂર કરવા માટે પપૈયાનો ઉપયોગ કરી શકાય છે. પપૈયામાં મળી આવતા એન્ઝાઈમ્સ કાળાશને દૂર કરે છે. પપૈયામાં થોડુંક મધ મિક્સ કરીને લગાવવાથી ત્વચાનો રંગ નિખરે છે અને સ્કિન મુલાયમ બને છે. આ માટે પાકેલા પપૈયાને મસળી લો અને એમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. 10 મિનિટ બાદ નોર્મલ પાણી વડે ચહેરાને સ્વચ્છ કરી લો.
3. ટમેટાનો રસ (Tomato Juice)
ચહેરાની કાળાશ દૂર કરવા માટે તમે ટમેટાનો રસ લગાવી શકો છો. ટમેટાના રસમાં દ્રાક્ષનો રસ પણ મિક્સ કરી શકો છો. આ રસને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખીને સુકાય પછી ધોઈ લેવો. ડાઘ-ધબ્બા દૂર કરવા માટે આ રસને નિયમિતરુપે પ્રયોગ કરશો તો અસર ચોક્કસપણે દેખાશે.

4. ચોખા, દૂધ અને મધ (Rice Flour, Milk & Honey)
કાળા નિશાન હટાવવા માટે ચોખાને વાટી લો અથવા તો ચોખાનો લોટ લેવો. એમાં દૂધ અને મધ મિક્સ કરીને એક પેસ્ટ જેવું બનાવવું. એને ફેસ, ગરદન, કોણી વગેરે પર અપ્લાય કરીને જ્યાં પણ કાળાશ હોય ત્યાં 10 મિનિટ સુધી લગાવી રાખીને પછી ઠંડા પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં 2-3 વાર આ નુસખો અજમાવી શકાય છે.
5. દૂધ અને કેળાં (Milk & Banana)
આ માટે એક સારું પાકેલું કેળું લેવું અને એને દૂધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવું. આ માસ્કને ફેસ, ગરદન, કોણી વગેરે પર અપ્લાય કરીને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લેવું. આ નુસખો દાદી-નાનીના સમયથી ચાલ્યો આવે છે અને એને કેટલાક દિવસો સુધી સતત લગાવવાથી ઘણો ફરક પડશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
