Dharma & Bhakti/ ગણેશજીની આરાધનામાં સ્વાસ્થ્યનો મંત્ર…એમને મોદક જ નહિં પરંતુ જાંબુ અને કોઠું પણ પ્રિય છે..!!

ગણેશજી (Lord Ganesha)ને ફક્ત મોદક જ પ્રિય છે એવું નથી પરંતુ એ તો કોઠું અને જાંબુ ફળસ્વરુપે ગ્રહણ કરવાનું પણ પસંદ કરે છે. એમના એક પ્રસિદ્ધ મંત્રમાં…

Trending Religious Food Dharma & Bhakti
Lord Ganesha ને મોદક નહિં પણ કોઠું અને જાંબુ પસંદ છે?!!

Dharm & Bhakti: કોઈ પણ કાર્ય કરતા અગાઉ સૌપ્રથમ વિધ્નહર્તા શ્રી ગણેશ (Lord Ganesha)નું સ્મરણ કરવામાં આવે છે. સૌ ભક્તજનો એમની પૂજા કરીને એમને મુખ્યત્વે પ્રસાદરુપે મોદક (Modak) ધરાવે છે. મોદકને ઘણી વાર મોતીચૂર કે બેસનના લાડુ સમજી લેવામાં આવે છે પરંતુ અસલ મોદક ગોળ અને નારિયેળના સ્ટફિંગને ચોખાના લોટના લુવામાં ભરીને વરેળે બાફવામાં આવતી વાનગી છે.

પરંતુ ગણેશજીને ફક્ત મોદક જ પ્રિય છે એવું નથી પરંતુ એ તો કોઠું અને જાંબુ (Wood apple and Jamun, Favourite Food)ફળસ્વરુપે ગ્રહણ કરવાનું પણ પસંદ કરે છે. એમના એક પ્રસિદ્ધ મંત્રમાં આનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેને તમે પૂજા દરમિયાન કદાચ સાંભળ્યો પણ હશે! પરંતુ આ મંત્રના શબ્દોને ધ્યાનથી સાંભળ્યા છે ખરા? આ નાનકડા મંત્રમાં ગણેશજીના સ્વરુપ અને મહિમા સાથે બે ફળોનો ઉલ્લેખ પણ છે અને એ છે કોઠું અને જાંબુ…આ મંત્ર પ્રમાણે છે…

“ગજાનનં ભૂતગણાદિ સેવિતં, કપિત્થજ્મૂફલચારુભક્ષણમ્

ઉમાસુતં શોક વિનાશકારકમ્, નમામિ વિઘ્નેશ્વરપાદ પંકજમ્”

આ મંત્રનો સરળ અર્થ છે, “ગજમુખવાળા એ દેવતા જેમની ભૂત અને અન્ય ગણો સેવા કરે છે જેમને કપિત્થ અર્થાત્ કોઠું એટલે કે બિલ્વફળ અને જમ્બૂ અર્થાત્ જાંબુ ફળો અતિ પ્રિય છે, જે દેવી ઉમાના પુત્ર છે અને શોકનો નાશ કરનારા છે…આવા વિઘ્નેશ્વર ભગવાન ગણેશના ચરણ કમળોમાં હું પ્રણામ કરું છું.”

હવે સવાલ એ છે ગણેશજી (Lord Ganesha)ની આ વંદનામાં આખરે કોઠું અને જાંબુના ફળોના નામ કેમ આવે છે? શું આ ફળોનો સંબંધ ફક્ત ગણેશજીના પ્રસાદ (Prasad) સાથે છે કે પછી એમાં સ્વાસ્થ્ય (Health) વિષયક કોઈ ગૂઢ સંકેત છુપાયેલો છે?

ગણેશજી અને મહાભારતની કથા

ગણેશજી અને મહાભારતની કથા (Lord Ganesha & Mahabharata)

અહિં સવાલને સમજતા અગાઉ ગણેશજી (Lord Ganesha) સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ કથાને જાણવી જરુરી છે. ગણેશજી મહાભારતના લહિયા (Writer of Mahabharata) તરીકે પ્રસિદ્ધ છે. મહર્ષિ વેદવ્યાસ બોલતા ગયા અને ગણેશજી સતત મહાભારત લખતા ગયા. પોતાના સ્થાન પરથી હલ્યા વિના કેટલાય સમય સુધી ગણેશજી બેસીને લખતા જ રહ્યાં!

હવે આ મંત્રમાં દર્શાવેલા ફળો (Fruits)નો પ્રાચીન ભારતમાં મળનારા ફળ તરીકે ઉલ્લેખ મળે છે અને આયુર્વેદિક પરંપરા (Ayurveda)માં પણ એમનું સ્થાન મહત્વપૂર્ણ છે. આનો ભાવાર્થ સમજીશું…

કોઠું- પેટ માટે મહત્વપૂર્ણ ફળ

કોઠું- પેટ માટે મહત્વપૂર્ણ ફળ

આ શ્લોકમાં મીઠાઈ કે મોદકનું નામ સુદ્ધાં નથી પણ બિલ્વફળ અર્થાત્ કોઠું અને જાંબુનો જ ઉલ્લેખ મળે છે. કોઠું બહારથી કઠણ અને અંદર મુલાયમ પલ્પ વાળું ફળ છે. ભારતીય ખાણી-પીણીમાં એની ચટણીથી માંડીને શરબત સુધીના અનેક જાતના વ્યંજનો બનાવાય છે. પારંપરિક ચિકિત્સામાં કોઠાનું મહત્વ અનેરું છે. એમાં ફાઈબર (Fiber) સહિત અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એનો ઉપયોગ પહેલેથી જ પાચન સંબંધી સમસ્યાઓ (Digestion Problems)માં કરવામાં આવે છે અને આ જ કારણ છે કે, ગણેશજીના પ્રિય ફળના સ્વરુપે કોઠાનો ઉલ્લેખ એને સંતુલિત આહાર (Balanced Diet)ના સંદેશના રુપે જોડે છે.

જાંબુ- સ્વાદમાં અને ગુણોમાં વિશેષ

જાંબુ- સ્વાદમાં અને ગુણોમાં વિશેષ

ગણેશજી (Lord Ganesha)ના શ્લોકમાં બીજું ફળ જાંબુ છે. ગરમી અને વરસાદની ઋતુમાં મળતા આ ફળને ભારતીય આહાર(Indian Food)નો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. જાંબુમાં ફાઈબર અને કેટલાય પ્રકારના યૌગિક મળી આવે છે. ભારતીય પારંપરિક ચિકિત્સામાં જાંબુ ફળ અને બીજનો સમય લાંબા સમયથી કરવામાં આવે છે. વિશેષ કરીને બ્લડ શુગર અને મધુમેહ (Blood Sugar & Diabetes) સાથે જોડાયેલા ઉપચારોમાં જાંબુના બીજનો ઉલ્લેખ મળે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસ અંગે જાંબુની ચર્ચા અવશ્ય થાય છે. પરંતુ એને દવાને બદલે એક સંતુલિત આહારના રુપે જ જોવામાં આવે છે.

હવે અહિં આ બાબત ધ્યાનાકર્ષક છે કે ગણેશજી (Lord Ganesha)ને પ્રસાદની વાત આવે તો સૌપ્રથમ મોદક અને લાડુને જ યાદ કરવામાં આવે છે પરંતુ આ પ્રસિદ્ધ શ્લોકમાં મોદકના સ્થાને કોઠા અને જાંબુનો જ ઉલ્લેખ છે. આથી જ આ શ્લોક રોચક છે, ગણેશજી (Lord Ganesha)નું સ્વરુપ પોતાની અંદર અનેક પ્રતીકોને દર્શાવે છે. એમનું મોટું મસ્તક બુદ્ધિનું, મોટા કાન શ્રવણ ક્ષમતાનું, નાની આંખ એકાગ્રતાનું પ્રતીક છે અને એ જ રીતે આહારમાં કોઠમડા અને જાંબુનો જે ઉલ્લેખ મળે છે એને પ્રકૃતિ અને સંતુલિત આહાર સાથે સંલગ્ન કરીને પણ જોવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?

આ પણ વાંચો:

આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!