Food Recipe/ એક વાર ખાશો તો વારંવાર બનાવશો! જાણો સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી બનાવવાની સરળ વિધિ!

ઠંડીની ઋતુ માટે Sarson Chutney ને બેસ્ટ માનવામાં આવે છે કારણ કે, સરસવની પ્રકૃતિ ગરમ હોય છે અને શરીરને ગરમ રાખવાનું કાર્ય કરે છે…

Trending Food Lifestyle
Sarson Chutney ...spicy અને સ્વાદમાં amazing ચટણી! 4-5 વસ્તુઓથી બની જશે!

Food Recipe: શું તમે કદી સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી (Sarson Chutney)નો સ્વાદ ચાખ્યો છે ખરો? સ્વાદમાં એ લાજવાબ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક (Healthy Chutney) હોય છે.

ભોજનની થાળીમાં જો ચટણી મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઇ જાય છે. સામાન્ય રીતે, લોકો કોથમીર-ફુદીના, આમળા વગેરેની ચટણી ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે કદી સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણીનો સ્વાદ ચાખ્યો છે ખરો? સ્વાદમાં એ લાજવાબ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. એનું વધારે સેવન બિહાર અને ઉત્તરાખંડ (Bihar & Uttarakhand) રાજ્યોમાં કરવામાં આવે છે.

શિયાળા માટે ઉત્તમ ચટણી (Sarson Chutney – Best for Winter)

ઠંડીની ઋતુ (Winter) માટે એને બેસ્ટ માનવામાં આવે છે કારણ કે, સરસવની પ્રકૃતિ ગરમ હોય છે અને શરીરને ગરમ રાખવાનું કાર્ય કરે છે. આ જ કારણ છે કે મોટાભાગે શિયાળામાં એનુ સેવન કરવામાં આવે છે.

દરરોજ એક જેવા દાળ-ભાત (Dal-Rice) અને રોટલી-શાક બોરિંગ લાગે છે. જો એની સાથે ચટપટી ચટણી ખાવા મળી જાય તો સાદું જમણ પણ લાજવાબ લાગે છે. આમ તે બધાના ઘરે કોથમીર-ફુદીના અને ટમેટા-લસણની ચટણી (Tomato Chutney or Mint Chutney) તો બનતી જ હોય છે. પણ આ એક નવીન જાતની ચટણી છે જેને બનાવવાનું અત્યંત સરળ છે અને વિશેષ બાબત એ છે કે એ ઘણી જ ટેસ્ટી પણ બને છે…

જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે લસણ-મરચાની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને ઓછી સામગ્રીની આવશ્યકતા રહેશે. જો તમે પણ તીખું ખાવાના શોખીન છો તો, આ તીખી તમતમતી સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી (Sarson Chutney)ને અચૂક બનાવો અને એની મજા માણો…

બિહારમાં એને લિટ્ટી ચોખા (Litti Chokha) સાથે ખાવામાં આવે છે. સરસવની ચટણીનો સ્વાદ એવો હોય છે કે તમે કોથમીર-ફુદીનાની ચટણીનો સ્વાદ પણ ભૂલી જશો! ચોમાસાની વિદાય બાદ આવતા શિયાળામાં આ રેસિપી અવશ્ય બનાવીને ટ્રાય કરજો. અહિં તમારા માટે સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણીની સિમ્પલ રેસિપી લઈને આવ્યા છીએ.

શી રીતે બનાવશો સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી? (Sarson Chutney Recipe)

સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સરસવની ચટણી બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

4 મોટા ચમચા પીળી અથવા કાળી સરસવના દાણા (રાઈ)

8-10 કળી લસણ

3-4 લીલા મરચાં

1 ઈંચ આદુ

2 મોટા ચમચા લીંબુનો રસ

2 મોટા ચમચા સરસિયું

અડધી ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

સ્વાદાનુસાર સંચળ

સરસવની ચટણી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ સરસવના દાણાને એટલે કે રાઈ (Mustard Seeds)ને સારી રીતે સાફ કરી લો.

2. હવે 1 થી 2 કલાક સુધી નવશેકા પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી એની તીખાશ ઓછી થઈ જશે.

3. હવે આ પલાળેલી રાઈને પાણીમાંથી કાઢીને મિક્સરના જારમાં લઈ લો. એમાં લસણ, લીલા મરચા, આદુ, હળદર, સંચળ અને મીઠું ઉમેરો.

4. જ્યારે ચટણી સારી રીતે વાટી લો ત્યારે એમાં લીંબુનો રસ અને કાચું સરસવનું તેલ ઉમેરો.

5. ફરી મિક્સરમાં પીસી લો જેથી એ મિક્સ થઈ જાય.

તો તૈયાર છે તમારી તીખી, ચટપટી સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી.…એને કાચના જારમાં ભરીને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો.

બિહારી સ્ટાઈલમાં તૈયાર કરેલી આ ચટણીમાં રાઈને પલાળવાથી એનો સ્વાદ અને ફાયદા બંને વધી જાય છે. સરસવની આ તીખી અને મસાલેદાર ચટણીને તમે રોટલી, પરોઠા, ઢોંસા, ઈડલી અને ભાત (Roti, Paratha, Dosa, Idli,Rice) બધી જ વાનગી સાથે ખાઇ શકો છો. જો લંચમાં ફક્ત દાળ-ભાત અથવા લિટ્ટી-ચોખા હોય તો સાથે આ ચટણી બનાવી શકો છે. એ થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને સાદા દાળ-ભાત સાથે ખાવાથી પણ અનોખો સ્વાદ વધારે છે. લસણ ફોલવાની મહેનતને બાદ કરતાં, ફક્ત 10-15 મિનિટમાં જ તમે આ ચટણીને બનાવી શકો છો જે, તમારી ભોજનની થાળીના સ્વાદમાં બિહાર અને ઉત્તરાખંડના સ્વાદનો વધારો કરશે!


આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!