Food Recipe/ ઘરે બનાવો રેસ્ટૉરન્ટ સ્ટાઈલ મટર મશરુમ મસાલા…રોટલી-ભાત બંને સાથે લાગશે સ્વાદિષ્ટ..!

ઘરે મશરુમ બનાવવાનું ઘણાને ઝંઝટ ભરેલું કામ લાગતું હોય છે પણ તમે કદી મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala Recipe) બનાવી છે ખરી?

Trending Food Lifestyle
Mushroom Mutter Masala...એક સુપર Healthy અને Tasty વાનગી! 30 મિનિટમાં તૈયાર!

Food Recipe: જો તમે દરરોજની દાળ અને શાક ખાઈ-ખાઈને કંટાળ્યા હો તો લંચ અથવા ડિનર માટે તમે મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala Recipe) બનાવી શકો છો. એને બનાવવું અત્યંત સરળ છે અને વિશેષ બાબત એ છે કે તમે એને ભાત અથવા રોટલી-પરોઠા ગમે તેની સાથે ખાઈ શકો છો અને એ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

ઘરે મશરુમ બનાવવાનું ઘણાને ઝંઝટ ભરેલું કામ લાગતું હોય છે પણ તમે કદી મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala Recipe) બનાવી છે ખરી? મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala Recipe) એટલી સ્વાદિષ્ટ અને ફટાફટ બનતી હૅલ્ધી રેસિપી છે કે જો એક વાર તમે એ બનાવશો તો પછી અવાર-નવાર બનાવવાનું પસંદ કરશો! સૌથી સારી બાબત એ છે કે એને સામાન્ય રીતે ઘરમાં મળી રહેતી વસ્તુઓથી જ બનાવવામાં આવે છે. આ વાનગી કેવળ 25 થી 30 મિનિટમાં જ તૈયાર થઇ જાય છે.

મટર મશરુમ મસાલા સબ્જી સ્વાદિષ્ટ અને હૅલ્ધી રેસિપી

મશરુમ (Mushroom)ને ઘણી જુદી-જુદી રીતે બનાવવામાં આવે છે, પણ મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala Recipe) અર્થાત્ મશરુમનું મસાલેદાર શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ એક સરળ અને ઝટપટ બની જતી વાનગી છે. ઉત્તમ વાત એ છે કે, એમાં સાધારણ મસાલા (Spices)નો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં મશરુમનો પોતાના સ્વાદ એટલો બહેતરીન હોય છે કે એને ખાઇને તમે આંગળા ચાટી જશો!

Mushroom Farming

મશરુમ ખાવાના ફાયદા

મશરૂમના વિચિત્ર બાહ્ય દેખાવને કારણે ઘણા લોકો એનું સેવન કરવાનું ટાળે છે. મશરૂમ એક નેચરલ સુપરફૂડ છે જેમાં અનેક જરૂરી પોષક હાજર હોય છે. તે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એક સ્વસ્થ આહાર (Healthy Food) તરીકે આજકાલ અનેક લોકો એને આહારમાં આપનાવતા થયા છે.

મશરૂમ પર સંશોધન કરતી અમેરિકન સંસ્થા ‘ધ મશરૂમ કાઉન્સિલ’ (The Mashroom Counsil, America) અનુસાર, મશરુમમાં વિટામિન ડી, ફાઇબર, પ્રોટીન (Vitamin D, Fiber, Protein) ઉપરાંત, સેલેનિયમ, ગ્લુટાથિઓન અને એર્ગો થિઓનિન જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે જે કોષને નુકસાન થવાથી બચાવે છે. આ ઉપરાંત, કેટલાક આવશ્યક ખનિજો અને અન્ય પોષક તત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રને (Heart  Health & Digestion) સુચારુ રાખવામાં મદદ કરે છે. મશરૂમ્સમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેથી વેટ લૉસ જર્ની (Weight Loss Journey)માં પણ તે મદદરુપ હોય છે અને વજન ઘટાડવામાં પણ સહાયક છે. મશરુમના આટલા લાભ જોયા બાદ ચાલો હવે જાણીશું મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala Recipe) બનાવવાની રેસિપી વિશે…

શી રીતે બનાવશો મશરુમનું સ્વાદિષ્ટ શાક? (Mushroom Mutter Masala Recipe)

મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

મટર મશરુમ મસાલા સબ્જી બનાવવાની સામગ્રી

સામગ્રી

2 મોટી ચમચી ઘી

1 મોટી ચમચી જીરું

2 મધ્યમ આકારની ડુંગળી

2 મોટી ચમચી આદુ-લસણની પેસ્ટ

1 લીલું મરચું

અડધી ચમચી હળદર

પોણો કપ ટમેટાની પ્યુરી

સ્વાદાનુસાર મીઠું

1 મોટી ચમચી શેકેલું બેસન

1 મોટી ચમચી લાલ મરચું

1 મોટી ચમચી ધાણાજીરું

1 કપ તાજા વટાણા

200 મિલી પાણી

1 નાની ચમચી ગરમ મસાલો

1 નાની ચમચી કસૂરી મેથી

1 મોટી ચમચી ફ્રેશ ક્રીમ

તાજી સમારેલી કોથમીર

Mushroom Mutter Masala

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એત પૅનમાં મધ્યમ તાપે ઘી ગરમ કરવું. એમાં જીરું ઉમેરીને તતડવા દેવું. ત્યાર બાદ, એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને સોનેરી થાય ત્યાં સુધી થવા દેવી. ત્યાર બાદ, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં અને હળદર ઉમેરીને 1-2 મિનિટ સુધી પકાવી લેવું.

2. ત્યાર બાદ, ટમેટાની પ્યૂરી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને એને સારી રીતે મિક્સ કરી લો અને થોડી વાર પકાવી લો.

3. એમાં બેસન, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો અને સારી રીતે હલાવો. મસાલાને એ જ્યાં સુધી એ ઘી ન છોડે ત્યાં સુધી પકાવી લો.

4. હવે એમાં લીલા વટાણા ઉમેરો અને 8-10 મિનિટ સુધી સારી રીતે પકાવી લો. જો મસાલો ડ્રાય લાગે તો થોડું પાણી ઉમેરી લો. ઢાંકીને એને 5-6 મિનિટ સુધી પકાવો અને ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ઉભરો આવવા દો.

5. હવે ધોયેલા સમારેલા મશરુમ ઉમેરો અને હલાવીને 4-5 મિનિટ સુધી થવા દો.

6. વચ્ચે વચ્ચે હલાવતા રહીને અંતે ગરમ મસાલો, કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરીને સારી રીતે હલાવી લો.

તો તૈયાર છે તમારી મટર મશરુમ મસાલા સબ્જી (Mushroom Mutter Masala) ….જેને તમે રોટલી, પરોઠા કે રાઈસ સાથે ગરમાગરમ ખાઈ શકો છો.


આ પણ વાંચો: પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા બનાવો…શિયાળાની જબરદસ્ત રેસિપી..!!

આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…