Fashion Tips/ દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર સાડીના લુકને બનાવો ખાસ….પહેરો આ શાનદાર નેકલેસ..!

આ પાંચ પ્રકારના નેકલેસ (Necklace Designs) તમારા લુકને ચાર ચાંદ લગાવી દેશે! દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર પરી જેવા ખૂબસૂરત લાગીએ એવું બધા જ…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Necklace Designs...5 પ્રકારના પરંપરાગત હાર પહેરીને Stunning લુક મેળવો!

Fashion Tips: મહિલાઓ પોતાના આઉટફિટથી લઈને જ્વેલરી (Outfit to Jewelry) સુધી તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે છે. અહિં અમે તમારા માટે કેટલાક નેકલેસ ડિઝાઇન (Necklace Designs) આઇડિયા દર્શાવવા જઈ રહ્યાં છીએ જેમને મંગળસૂત્રની સાથે પહેરી શકાય છે.

સાડી એક એવું આઉટફિટ છે કે જેને વિશેષ અવસરો પર અથવા તો દરરોજ પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને તહેવારો (Festivals)માં તો સાડી પહેરવાની પરંપરા આજે પણ ઘણા અંશે જળવાઈ રહી છે. દુર્ગા પૂજા અથવા કરવા ચોથ (Durga Puja & Karva Chauth) પર મહિલાઓ નવી-નવી સાડીઓ સ્ટાઇલથી પહેરે છે. જો કે, એને વિશેષ બનાવે છે જ્વેલરી…એના વિના સાડી (Saree) બોરિંગ લાગી શકે છે. જો તમે તમારા લુકને વિશેષ બનાવવા ઈચ્છતા હો તો મંગળ સૂત્ર ઉપરાંત નેકલેસ પેર પહેરી શકો છો.

 દુર્ગા પૂજા અથવા કરવા ચોથ (Durga Puja & Karva Chauth) પર પરી જેવા ખૂબસૂરત લાગીએ એવું બધા જ વિચારતા હોય છે પણ પસંદગી અને વર્તમાન ટ્રેન્ડ (Trend)ની ઝાઝી ખબર ન હોવાથી લોકો મૂંઝાતા હોય છે. અને એમાંયે જ્વેલરીની પસંદગીમાં તો ઘણું જ કન્ફ્યુઝન હોય છે. તો ચાલો, તમારી આ મૂંઝવણને આસાન બનાવી દઇએ! અહિં અમે તમારા માટે કેટલાક ડિઝાઇનર નેકલેસ લઇને આવ્યા છીએ જે તમને અપ્સરા જેવો લુક આપશે અને બધાની નજર તમારા પર આવીને ત્યાં જ થંભી જશે!!

તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે. ઑક્ટોબરમાં જ નવરાત્રિ, દશેરા, દુર્ગા પૂજા અને કરવા ચોથ જેવા મોટા તહેવારો મનાવવામાં આવશે. આ વિશેષ અવસર પર મહિલાઓ પોતાના આઉટફિટથી લઈને જ્વેલરી (Outfit to Jewelry) સુધી તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે છે. એની તૈયારી અને ખરીદી અગાઉથી જ શરુ કરવામાં આવે છે. દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર મહિલાઓ સાડી પહેરવાનું પસંદ કરે છે. આ લુકને ખાસ બનાવવા માટે આભૂષણો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહિં અમે તમારા માટે કેટલાક નેકલેસ ડિઝાઇન (Necklace Designs) આઇડિયા દર્શાવવા જઈ રહ્યાં છીએ જેમને મંગળસૂત્રની સાથે પહેરી શકાય છે.

5 પરંપરાગત નેકલેસ ડિઝાઈન (5 Traditional Necklace Designs)

આ પાંચ પ્રકારના નેકલેસ (Necklace Designs) તમારા લુકને ચાર ચાંદ લગાવી દેશે!

Temple Necklace Design
Temple Necklace Design

ટેમ્પલ નેકલેસ (Temple Necklace Design)

સાડીની સાથે ટેમ્પલ નેકલેસ દુર્ગા પૂજા અથવા કરવા ચોથના લુકને સ્પેશ્યલ બનાવે છે. આ પ્રકારની જ્વેલરીમાં દેવી, મોર, હાથી અને કમળની આકૃતિઓ કંડારવામાં આવે છે. લગ્ન અને તહેવારોની સિઝનમાં મહિલાઓ આવા નેકલેસને પહેરવાનું પસંદ કરે છે. આ સિલ્કની સાડી સાથે સરસ દેખાય છે. મંગળસૂત્ર, ઝુમખા અને ટેમ્પલ નેકલેસને સાડી સાથે કૅરી કરીને લુકને આકર્ષક અને એલિગન્ટ બનાવી શકો છો.

Kundan Necklace Design
Kundan Necklace Design

 

કુંદન નેકલેસ (Kundan Necklace Design)

કુંદનની જ્વેલરી મહિલાઓના જ્વેલરી કલેક્શનનો ભાગ હોય છે. આ પ્રકારની જ્વેલરી વિશેષ અવસરો પર અને તહેવારો પર ટ્રેડિશનલ લુક દર્શાવવામાં મદદ કરે છે. તમે સાડી સાથે આ કુંદનનો નેકલેસ પહેરી શકો છે. આ સાથે મંગળસૂત્ર, ચાંદ વાળી અને ખુલ્લા વાળ રાખી શકો છો.

Pearl Necklace Design
Pearl Necklace Design

પર્લ નેકલેસ (Pearl Necklace Design)

કરવા ચોથ પર મહિલાઓ નવી-નવી સાડીઓ પહેરવાનું પસંદ કરે છે. જો કે એની સાથે જ્વેલરી કઈ પહેરવી એની મૂંઝવણ રહેતી હોય છે. આ સંજોગોમાં તમે પર્લ એટલે કે મોતીનો નેકલેસ પસંદ કરી શકો છો. સિમ્પલ અને એલિગન્ટ સાડીની સાથે પર્લ નેકલેસ અને પર્લની બંગડીઓ પણ પહેરી શકો છો. આ પ્રકારનો લુક સદાબહાર લુક ગણાય છે.

Long Necklace Design
Long Necklace Design

લોન્ગ હાર (Long Necklace Design)

કરવા ચોથ અથવા દુર્ગા પૂજાના પર્વ પર સાડીના લુકને સ્ટાઈલિશ અને એલિગન્ટ બનાવવા માટે મંગળસૂત્ર સાથે લાંબો હાર પહેરી શકો છો. આ પ્રકારનો નેકલેસ ગળાને આકર્ષક લુક આપે છે અને સાડી સાથે સુંદર લાગે છે. આ હારને રાણી હાર પણ કહેવામાં આવે છે. રૉયલ લુક માટે એ ઉત્તમ વિકલ્પ છે.

Antique gold necklace Design
Antique gold necklace Design

એન્ટિક ગોલ્ડ નેકલેસ (Antique gold necklace Design)

તહેવાર અથવા વિશેષ અવસર પર આ પ્રકારના એન્ટિક ગોલ્ડ નેકલેસ ટ્રેડિશનલ લુકને આકર્ષક અને ખૂબસૂરત બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને આ નેકલેસ તમે દુર્ગાપૂજા કે કરવા ચોથના મોકે પહેરી શકો છો. આ સાથે તમે બન હેરસ્ટાઇલ કરી શકો છો.


આ પણ વાંચો: સાડીમાં લાંબા અને પાતળા દેખાવા માટે અપનાવો આ 5 સ્ટાઇલિંગ ટિપ્સ…શેપવેરની જરુર નહીં પડે!