Surendranagar News/ ‘શુદ્ધિકરણ’ના નામે અત્યાચારનો આરોપ, મહિલાના પરિવારની બે મહિલાઓ સહિત 9 ઝડપાયા

Woman Assault Case: સુરેન્દ્રનગરમાં ‘શુદ્ધિકરણ વિધિ’ના નામે મહિલાને કથિત રીતે બાંધી ત્રાસ આપવાના કેસમાં પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

Gujarat Top Stories Breaking News
Woman Assault Case: મહિલાને ત્રાસ આપવાના કેસમાં 9ની ધરપકડ, વાયરલ વીડિયો બાદ કાર્યવાહી

Surendranagar News: સુરેન્દ્રનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહિલાને કથિત રીતે ‘શુદ્ધિકરણ વિધિ’ના નામે માર મારવા અને તેની સાથે ગંભીર અત્યાચાર (Woman Assault Case) કરવાનો આરોપ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલા પોતાના પતિથી અલગ થઈ અન્ય પુરુષ સાથે રહેવા ગઈ હતી. આ બાબતને લઈને તેના પતિ અને પરિવારજનોમાં અદાવત હોવાનું સામે આવ્યું છે. આ જ અદાવતના પગલે મહિલાને કથિત રીતે બળજબરીથી રોકી રાખવામાં આવી હોવાનો પણ આરોપ છે.

Woman Assault Case: મહિલાને શોધી પકડી લાવ્યાનો આરોપ

મળતી માહિતી મુજબ, મહિલા એક તબક્કે ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ આરોપીઓએ તેનો પીછો કરી તેને શોધી કાઢી હોવાનો પોલીસ (Surendranagar Police) ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં મહિલા અને તેની સાથે રહેલા પુરુષને ‘શુદ્ધિકરણ’ના નામે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હોવાનો આરોપ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અહીં મહિલાને બાંધીને માર મારવામાં આવ્યો હતો અને તેની સાથે ગંભીર દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં મહિલાના પરિવારની બે મહિલાઓ પણ સામેલ હોવાનો આરોપ છે.

ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

આરોપીઓએ સમગ્ર ઘટનાના વીડિયો (Surendranagar Viral Video) અને ફોટોગ્રાફ્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસનું ધ્યાન સમગ્ર મામલા તરફ ગયું હતું. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

એએસપી વેદિકા બિહાનીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે સ્થાનિક આગેવાનો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ આગળ વધારી પીડિત મહિલાને શોધી કાઢી હતી.

BNS અને IT એક્ટ હેઠળ ગુનો

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કેસમાં BNSની કલમ 70(1), 115(2), 127(3), 142 અને 3(5) ઉપરાંત IT એક્ટની કલમ 66(E) અને 67(A)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

9 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

આ કેસમાં પોલીસે પોપટ સરવૈયા, રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા સરવૈયા, ગીતાબેન સરવૈયા અને લીલાબેન સરવૈયાની ધરપકડ કરી છે.

પોલીસ હાલ તમામ આરોપીઓની પૂછપરછ (Viral Video Case) કરી રહી છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને વાયરલ વીડિયો કેવી રીતે સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ અંગે પણ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદના રામોલમાં 12 વર્ષની સગીરા પર મોટાબાપુએ જ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં ધોરણ-12ની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, હોટેલમાં લઈ ગયેલા 24 વર્ષીય યુવકની ધરપકડ

આ પણ વાંચો: ઉપલેટાના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ