Vadodra News: શિનોર તાલુકામાં સિવિલ કામોના બિલ પાસ કરવા મહિલા એન્જિનિયર દ્વારા 9 ટકા લેખે 25 હજારની લાંચ (Bribery case)માંગવામાં આવી હોવાની ફરિયાદ ACBને મળતા છટકું ગોઠવી વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી એન્જિનિયરના મિત્ર આશુતોષ પાઠકને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
Bribery case : બિલ પાસ કરવા 9 ટકા લેખે લાંચની માંગ
વડોદરા જિલ્લાના શિનોર (Shinor) તાલુકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલા વિવિધ સિવિલ કામોના બિલ પાસ કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ કામોના બિલ કોન્ટ્રાક્ટર દ્વારા શિનોર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આઉટસોર્સથી ફરજ બજાવતા મહિલા એન્જિનિયર નિધિ રમેશ તડવી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આક્ષેપ મુજબ, મહિલા એન્જિનિયરે બિલ પાસ કરવા માટે 9 ટકા લેખે 25 હજારની લાંચ (Gujarat ACB) માંગણી કરી હતી. વારંવાર લાંચની માંગણી કરવામાં આવતા કોન્ટ્રાક્ટરે આખરે વડોદરા ACBનો સંપર્ક કર્યો હતો.
ACBએ ગોઠવ્યું લાંચનું છટકું
ફરિયાદ મળ્યા બાદ ACBના PI એ.એન. પ્રજાપતિ અને તેમની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. કોન્ટ્રાક્ટરે લાંચની રકમ આપવા અંગે મહિલા એન્જિનિયરને ફોન કર્યો હતો. આ દરમિયાન મહિલા એન્જિનિયરે પોતે હાલ કરજણમાં હોવાનું જણાવી પોતાના મિત્રને પૈસા આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે મહિલા એન્જિનિયરના મિત્રનો સંપર્ક કર્યો હતો.
ફતેગંજમાં 25 હજાર લેતા રંગેહાથ ઝડપાયો
મહિલા એન્જિનિયરના મિત્ર આશુતોષ પાઠક (Vadodara Crime)એ કોન્ટ્રાક્ટરને વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સેફરોન ટાવર સામે બોલાવ્યો હતો. કોન્ટ્રાક્ટર લાંચની રકમ લઈને સ્થળ પર પહોંચ્યો હતો. આશુતોષ પાઠકે ₹25 હજારની લાંચની રકમ સ્વીકાર્યા બાદ મહિલા એન્જિનિયરને ફોન કરીને પૈસા આવી ગયા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ACBની ટીમે કાર્યવાહી કરીને આશુતોષ પાઠકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
મહિલા એન્જિનિયરની ભૂમિકા અંગે તપાસ
ACBએ આશુતોષ પાઠકને ઝડપી પાડ્યા બાદ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાંચની માંગણી અને રકમ સ્વીકારવાના બનાવમાં મહિલા એન્જિનિયરની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે વડોદરા (Vadodara) ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લાંચના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દાહોદમાં તબીબી અધિક્ષક લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ-ઉપસરપંચ સસ્પેન્ડ, ₹3 લાખની લાંચ કેસમાં DDOની કાર્યવાહી
આ પણ વાંચો: Yashpal Sharmaનાં ભાઈ ₹3,000ની લાંચ લેતા ACBના સકંજામાં, ધરપકડ
