Fashion Tips/ દિવાળીના તહેવારો નિમિત્તે પહેરો ટ્રેન્ડિંગ ટ્રેડિશનલ આઉટફિટ….આ સૂટની ડિઝાઇનો પરથી નજર નહિં હટે!

દશેરા અથવા દિવાળી પર પરી જેવા ખૂબસૂરત લાગીએ એવું બધા જ વિચારતા હોય છે.અનારકલીથી માંડીને ફારસી સૂટ સુધી, તમે ડિઝાઈનર સૂટ (Suit Design) પસંદ…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Suit Design ની ભરમાર....પસંદ કરી લ્યો આ 5 માંથી તમારું Amazing Outfit!

Fashion Tips: તહેવારોની સિઝનમાં બજારોની રોનક અનેકગણી વધી જાય છે. રંગબેરંગી કપડા, સજાવટનો સામાન અને આકર્ષક જ્વેલરીથી દુકાનો છલકાઇ જાય છે. અનારકલીથી માંડીને ફારસી સૂટ સુધી, પોતાની પસંદ અનુસાર તમે ડિઝાઈનર સૂટ (Suit Design) પસંદ કરી શકો છો. આ દરમિયાન મહિલાઓ ટ્રેડિશનલ કપડા (Traditional Cloths) પહેરવાનું પસંદ કરતી હોય છે. સાડીની જગ્યાએ કેટલીયે મહિલાઓને સલવાર સૂટ (Salwar Suit) પહેરવાનું પસંદ હોય છે. તો આ તહેવારોના અવસરે તમે કઇ-કઇ ડિઝાઈનો પહેરી શકો છો એ અંગે જોઇશું…

આ વખતે દશેરા 20 ઓક્ટોબર 2026, મંગળવારે મનાવવામાં આવશે. આ દિવસને બુરાઈ પર સારપની જીત ગણવામાં આવે છે. ગલી-મહોલ્લા, મેદાન અને જુદી-જુદી જગ્યાએ રાવણદહન કરવામાં આવે છે અને ઘરે પણ પૂજા કરવામાં આવે છે. દશેરાથી માંડીને દિવાળી સુધી અનેક તહેવારો આવશે, જેમાં તમે પરંપરાગત લુક મેળવવા માગતા હો તો અહિં આપેલા સૂટમાંથી આઇડિયા લઇ શકો છો. અનારકલીથી માંડીને ફારસી સૂટ સુધી, પોતાની પસંદ અનુસાર તમે ડિઝાઈનર સૂટ પસંદ કરી શકો છો. અનારકલીથી લઇને ફારસી સૂટ સુધીના તમામ સૂટ અહિં દર્શાવેલા છે. યોગ્ય સ્ટાઈલિંગની મદદથી તમે સિમ્પલ લુકને પણ આકર્ષક બનાવી શકો છો.

દશેરા અથવા દિવાળી (Dussehra to Diwali)પર પરી જેવા ખૂબસૂરત લાગીએ એવું બધા જ વિચારતા હોય છે પણ પસંદગી અને વર્તમાન ટ્રેન્ડ (Trend)ની ઝાઝી ખબર ન હોવાથી લોકો મૂંઝાતા હોય છે. અને એમાંયે આઉટફિટની પસંદગીમાં તો ઘણું જ કન્ફ્યુઝન હોય છે. તો ચાલો, તમારી આ મૂંઝવણને આસાન બનાવી દઇએ! અહિં અમે તમારા માટે કેટલાક ડિઝાઇનર સૂટ લઇને આવ્યા છીએ જે તમને અપ્સરા જેવો લુક આપશે અને બધાની નજર તમારા પર આવીને ત્યાં જ થંભી જશે!!

તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે. ઑક્ટોબરમાં જ નવરાત્રિ, દશેરા, દુર્ગા પૂજા અને કરવા ચોથ  જેવા મોટા તહેવારો મનાવવામાં આવી રહ્યાં છે. આ વિશેષ અવસર પર મહિલાઓ પોતાના આઉટફિટથી લઈને જ્વેલરી (Outfit to Jewelry) સુધી તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે છે. એની તૈયારી અને ખરીદી અગાઉથી જ શરુ કરવામાં આવે છે. દશેરા અથવા દિવાળી પર મહિલાઓ સાડી કે  ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. આ લુકને ખાસ બનાવવા માટે આઉટફિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તહેવારો માટે સૂટ ડિઝાઇનો (Suit Design for Festive Season)

અહિં અમે તમારા માટે કેટલાક સુટ ડિઝાઇન (Suit Design) આઇડિયા દર્શાવવા જઈ રહ્યાં છીએ જેમને યોગ્ય આભૂષણો સાથે પહેરી શકાય છે.

ફારસી સૂટ ડિઝાઈન
ફારસી સૂટ ડિઝાઈન

1. ફારસી સૂટ ડિઝાઈન 

આજકાલ ફારસી સૂટ ઘણો જ ટ્રેન્ડિંગ છે. જેને તમે ખાસ અવસરો પર પહેરી શકો છો. આ પ્રકારના સૂટ તમને ઑનલાઇન અથવા દુકાનો પર આસાનીથી મળી જશે. એમાં અનેક પ્રકારની ડિઝાઇનો આવે છે જેમાંથી તમે તમારી પસંદ મુજબનો સૂટ પસંદ કરી શકો છો. આની સાથે તમે મોટા ઝુમખાં પહેરશો તો એકદમ સ્ટાઇલિશ લાગશો!

એમ્બ્રોઇડરી સૂટ ડિઝાઈન
એમ્બ્રોઇડરી સૂટ ડિઝાઈન

2. એમ્બ્રોઇડરી સૂટ ડિઝાઈન

પરંપરાગત લુક માટે તહેવારના દિવસે તમે એમ્બ્રોઈડરી સૂટ પહેરી શકો છો. એની સાથે સ્ટોન વર્ક અથવા પર્લ એટલે કે મોતીવર્કની ઝુમખાં બુટ્ટી પહેરી શકો છો. સાથે મોજડી પહેરીને ખુલ્લા વાળ સાટ કરીને રાખી શકો છો. તહેવારના દિવસે આનાથી તમને એકદમ સ્ટાઇલિશ અને આકર્ષક લુક મળશે!

શરારા સૂટ ડિઝાઇન
શરારા સૂટ ડિઝાઇન

3. શરારા સૂટ ડિઝાઇન

તહેવારોના અવસરો આ પ્રકારના શરારા સૂટ ડિઝાઇન ટ્રાય કરી શકો છો. જો તમે ધેરા રંગો પસંદ ન કરતા હો તો પેસ્ટલ કલરના શરારા સૂટ ડિઝાઈન તમારા માટે સરસ રહેશે. આ પ્રકારના પરંપરાગત સૂટ દશેરા પર રાવણ દહનના અવસર પર અથવા દિવાળી પર આ સૂટ પહેરી શકાય છે. આની સાથે લાંબી બુટ્ટી સારી લાગે છે.

અનારકલી સૂટ ડિઝાઈન
અનારકલી સૂટ ડિઝાઈન

4. અનારકલી સૂટ ડિઝાઈન

પ્રિંટેડ અનારકલી સૂટ ડિઝાઇન ઘણી જ સુંદર લાગે છે. મોટી બુટ્ટી સાથે પહેરવાથી એનો સુંદર ઉઠાવ આવે છે. તમે ઈચ્છો તો હાથમાં બ્રેસલેટ અથવા તો બંગડીઓ પહેરી શકો છો. હળવા મેકઅપ અને હળવા કર્લી વાળ સાથે આ લુકના તમે કમ્પ્લીટ કરી શકો છો. આ પ્રકારના સૂટ ફેસ્ટિવ સિઝનમાં આકર્ષક લાગે છે.

અનારકલી સૂટ ડિઝાઈન
અનારકલી સૂટ ડિઝાઈન

5. ચિકનકારી સૂટ ડિઝાઈન

સિમ્પલ અને આરામદાયક લુક માટે ચિકનકારી સૂટ ડિઝાઇન ઉત્તમ રહે છે. આ પ્રકારનું ડ્રેસિંગ કોઈ પણ અવસરે ધારણ કરી શકાય છે. તમે જો ઓફિસ જતા હો તો પણ આ સૂટને પહેરી શકો છો. એની સાથે ઑક્સિડાઈઝ્ડ ઝુમખાં બુટ્ટી અને બંગડીઓ આકર્ષક લાગે છે.


આ પણ વાંચો: સાડીમાં લાંબા અને પાતળા દેખાવા માટે અપનાવો આ 5 સ્ટાઇલિંગ ટિપ્સ…શેપવેરની જરુર નહીં પડે!

આ પણ વાંચો: દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર સાડીના લુકને બનાવો ખાસ….પહેરો આ શાનદાર નેકલેસ..!