Food Recipe: જો તમે વિચારતા હો કે સવારના નાસ્તામાં એવું શું લેવામાં આવે જે ટેસ્ટી હોવા ઉપરાંત હૅલ્ધી પણ હોય તો વેજી ઓટ્સ ટિક્કી (Veggie Oats Tikki) તમારા માટે એક બહેતરીન ઓપ્શન છે. ઓટ્સ અને કેટલીક શાકભાજીથી બનતી આ ટિકકી તમને પ્રોટીનથી માંડીને (Protein & Fiber) જેવા કેટલાયે પોષક તત્વો પ્રદાન કરે છે. વિશેષ બાબત એ છે કે એને બનાવવું અત્યંત સરળ છે અને સ્વાદમાં એ લાજવાબ લાગે છે. આને તમે બાળકોના લંચબોક્સમાં પણ ભરી શકો છો અને સાંજની હળવી ભૂખને તૃપ્ત કરવા પણ એને બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે આ ક્રિસ્પી અને ચટપટી વેજી ઓટ્સ બનાવવાની વિધિ અને સામગ્રી અંગે…
ઓટ્સ એક સુપરફૂડ (Benefits of Oats Superfood)
આજના સમયમાં સ્થૂળતા (Obesity)એક કૉમન સમસ્યા છે. પ્રત્યેક ચોથી વ્યક્તિ આ સમસ્યાથી હેરાન-પરેશાન છે. આ સંજોગોમાં લોકો વજન ઘટાડવા (Weight Loss) માટે પોતાના ડાયેટમાં પરિવર્તન કરે છે અને એની શરુઆત સવારથી કરવામાં આવે છે. જો સવારનો બ્રેકફાસ્ટ હૅલ્ધી (Healthy Breakfast) હોય તો વેઈટ લૉસમાં મદદ મળે છે. આ માટે પણ તમે વેજી ઓટ્સ ટિક્કી ટ્રાય કરી શકો છો. એ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે ઉપરાંત એને બનાવવાનું પણ સરળ હોય છે. અહિં અમે તમને વેજી ઓટ્સ ટિક્કીની સરળ રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ…
સવારના નાસ્તામાં કશુંક એવું ખાવું જોઇએ કે જે સ્વાદિષ્ટ હોય અને જેને બનાવવું સરળ પણ હોય! જેને ખાવાથી શરીરને ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય એવી વસ્તુમાંથી વાનગી બનાવીને ખાવી જોઇએ. આ માટે વેજી ઓટ્સ ટિક્કી ઉત્તમ વિકલ્પ છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું ફીલ થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે. ઓટ્સ એક સુપરફૂડ (Superfood) મનાય છે જે અત્યંત પૌષ્ટિક તથા લોકપ્રિય અનાજ (Wholegrain) છે જે ફિટનેસ માટે સભાન લોકો હોય એમના માટે આશીર્વાદરુપ સાબિત થાય છે.
બ્રેકફાસ્ટ હૅલ્ધી (Healthy Breakfast) હોય તો વેઈટ લૉસમાં મદદ મળે છે. આ માટે તમે વેજી ઓટ્સ ટિક્કી (Veggie Oats Tikki) ટ્રાય કરી શકો છો. એ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે ઉપરાંત એને બનાવવાનું પણ સરળ હોય છે. સવાર-સવારની દોડધામમાં લોકોને એ સમજ નથી પડતી કે નાસ્તામાં શું બનાવવું. વળી સાંજે થાકીને આવ્યા પછી પણ ડિનરમાં શું કરવું એનો ક્યારેક કંટાળો આવતો હોય છે. તમે જો એવા નાસ્તા કે ડિનરની શોધમાં છો જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોય અને એનાથી વજન પણ ઘટે અથવા નિયંત્રણમાં રહે તો વેજી ઓટ્સ ટિક્કીથી વધુ સારો નાસ્તો હોઈ જ ન શકે! ઓટ્સ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને જે તમારા પેટને લાંબો સમય ભરેલું રાખે છે. તો ચાલો જોઇએ વેજી ઓટ્સ ટિક્કીની સરળ રેસિપી…
શી રીતે બનાવશો વેજી ઓટ્સ ટિક્કી? (Veggie Oats Tikki Recipe)
વેજી ઓટ્સ ટિક્કી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
8 મોટી ચમચી ઓટ્સ
5-6 મોટી ચમચી યોગર્ટ
100 ગ્રામ પનીર
3/4 કપ બારીક સમારેલું બીટ
1 કપ બારીક સમારેલું ગાજર
1/2કપ બારીક સમારેલા બીન્સ
2 ઝીણી સમારેલી નાની ડુંગળી
2 ઝીણા સમારેલા લીલા મરચાં
થોડી તાજી સમારેલી કોથમીર
સ્વાદાનુસાર મીઠું
1 નાની ચમચી જીરું પાવડર
1 નાની ચમચી કાળા મરીનો પાવડર
તેલ શેકવા માટે

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક બાઉલમાં ગ્રીક યોગર્ટ, ઓટ્સ અને મીઠું નાખીને મિક્સ કરીને 8-10 મિનિટ સુધી મૂકી રાખો.
2. આ દરમિયાન, બીટ, ગાજર, બીન્સ, ડુંગળી, લીલા મરચાં, કોથમીર વગેરે શાકભાજીને બારીક સમારી લેવી.
3. હવે આ સમારેલી શાકભાજી (Vegetables)ને યોગર્ટ અને ઓટ્સના મિશ્રણમાં ઉમેરો અને કાળા મરીનો પાવડર તથા જીરા પાવડર ઉમેરો.
4. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવું. ત્યાર બાદ હાથમાં તેલ લગાવીને એમાંથી તમારી પસંદના આકારની ટિક્કીઓ બનાવી લેવી.
5. આ ટિક્કીઓને પ્લાસ્ટિક રૅપથી કવર કરીને અથવા કોઈ પ્લાસ્ટિકના ડબામાં મૂકીને ઓછામાં ઓછા અડધા કલાક માટે ફ્રીઝમાં રાખવી.
6. ત્યાર બાદ તમે આ ટિક્કીઓને પૅનમાં થોડું તેલ ગરમ કરીને શેકી શકો છો અથવા તો એરફ્રાય કરી શકો છો.
7. પૅનમાં ફ્રાય કરવા માટે એક પૅનમાં તેલ નાખીને ગ્રીસ કરવું અને બંને તરફ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી ટિક્કીઓને શેકી લેવી.
તો તૈયાર છે તમારી ગરમાગરમ વેજી ઓટ્સ ટિક્કી….જેને તમે લીલી કોથમીર-ફુદીનાની ચટણી સાથે સર્વ કરી શકો છો.
