Ahmedabad News/ અમદાવાદમાં TRB જવાને કોન્સ્ટેબલને માર માર્યો, વચ્ચે પડેલા જવાનની વર્ધી પણ ફાડી

Police Constable Assault: અમદાવાદના ખમાસા ચાર રસ્તે અંગત બાબતે વિવાદ બાદ TRB જવાને કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. કોન્સ્ટેબલને ઈજા થતાં ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ શરૂ કરી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Police Constable Assault: ખમાસામાં ટ્રાફિક કર્મચારીઓ વચ્ચે વિવાદ

Ahmedabad News: અમદાવાદના ખમાસા ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ પર અંગત બાબતે થયેલી બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ (Police Constable Assault) કર્યું હતું. કાલુપુર સર્કલમાં ફરજ બજાવતા TRB જવાન નરેશ કાળીદાસે કથિત રીતે પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઇન્દુભા અને અન્ય TRB જવાન સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલને કાન અને ગળાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની વર્ધીનું બટન તૂટી ગયું હતું. વચ્ચે પડેલા અન્ય TRB જવાનની વર્ધીનો સોલ્ડર પણ ખેંચીને ફાડી નાખવામાં આવ્યો હતો. આ મામલે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Police Constable Assault: અંગત બાબતે બોલાચાલી બાદ મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, વિક્ટોરિયા ટ્રાફિક બીટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઇન્દુભા સહિત TRB અને હોમગાર્ડના જવાનો 30 ઓક્ટોબરના રોજ સવારની શિફ્ટમાં ખમાસા ચાર રસ્તા પર ટ્રાફિક નિયમનની કામગીરી (Khamsa Traffic Point) કરી રહ્યા હતા. બપોરે આશરે 12 વાગ્યે કાલુપુર સર્કલ બીટમાં ફરજ બજાવતો TRB જવાન નરેશ કાળીદાસ ત્યાં આવ્યો હતો.

નરેશે ત્યાં હાજર TRB જવાન કનુ વિજયભાઈ સાથે અંગત બાબતે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ તે મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યો હતો અને કનુને હેરાન કરતો હોવાનો આક્ષેપ છે. આથી પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહે તેને અટકાવ્યો હતો. પોતાની ફરજનું સ્થળ છોડીને અહીં આવીને અટકચાળા ન કરવા અંગે ટકોર કરતાં નરેશ ઉશ્કેરાઈ ગયો હતો.

ટ્રાફિક ચોકીમાં કોન્સ્ટેબલ સાથે મારામારી કરી

આરોપી નરેશે કથિત રીતે પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાનને બીભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. રસ્તા પર હોબાળો ન થાય તે માટે તેને ટ્રાફિક ચોકીમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં પણ તે શાંત થવાને બદલે વધુ ઉશ્કેરાયો હતો અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ સાથે મારામારી (TRB Jawan Fight) કરી હતી.

આ હુમલામાં પ્રવિણસિંહને કાન અને ગળાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની વર્ધીનું બટન પણ તૂટી ગયું હતું. આ દરમિયાન વચ્ચે પડેલા અન્ય TRB જવાન આશિષ સાથે પણ ઝપાઝપી (Police Staff Clash) કરવામાં આવી હતી. આરોપીએ આશિષની વર્ધીનો સોલ્ડર ખેંચીને ફાડી નાખ્યો હોવાનો આક્ષેપ છે.

ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાસ્થળે હાજર અન્ય કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ કોન્સ્ટેબલ પ્રવિણસિંહની ફરિયાદના આધારે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે TRB જવાન નરેશ કાળીદાસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંગત બાબતે શરૂ થયેલો વિવાદ ફરજ દરમિયાન મારામારી સુધી પહોંચતાં પોલીસ વિભાગમાં આ ઘટનાની નોંધ લેવાઈ છે.


આ પણ વાંચો: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: શહેરમાં 3 નવા ડિવિઝન અને પોલીસ સ્ટેશન શરૂ

આ પણ વાંચો: અમદાવાદ પોલીસની“ઓપરેશન સાયબર હંટ” હેઠળ મોટી કાર્યવાહી

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ બેડામાં 60થી વધુ પીઆઇની આંતરિક બદલી