Ahmedabad News: Naranpura AMTS Accident માં નારણપુરા સહજાનંદ ચોક પાસે ની રૂટ નંબર 160ની બસ હાટકેશ્વરથી ગોતા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ચાર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકચાલક બસના પાછળના ભાગ સાથે અથડાયો હતો. અથડામણ બાદ તે રોડ પર પટકાયો અને બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો.
અકસ્મતમાં બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના મોઢા અને માથાના ભાગેથી મોટા પ્રમાણમાં લોહી વહી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર લોહી વહી જતાં (Naranpura AMTS Accident) ની ગંભીરતા પણ સ્પષ્ટ જોવા મળી હતી.
રોડ ક્રોસ કરતી વખતે AMTS બસ સાથે અકસ્માત

મળતી માહિતી મુજબ, નારણપુરા સહજાનંદ ચોક પાસે (AMTS Accident) ની ઘટના બની હતી. AMTS ની રૂટ નંબર 160ની બસ હાટકેશ્વરથી ગોતા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ચાર રસ્તો ક્રોસ કરતી વખતે બાઇકચાલક બસના પાછળના ભાગ સાથે અથડાયો હતો. અથડામણ બાદ તે રોડ પર પટકાયો અને બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો.
અકસ્મતમાં બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના મોઢા અને માથાના ભાગેથી મોટા પ્રમાણમાં લોહી વહી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર લોહી વહી જતાંની ગંભીરતા પણ સ્પષ્ટ જોવા મળી હતી.
સ્થાનિકો અને રાહદારીઓ મદદે દોડ્યા

Naranpura Bike Accident ની ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રાથમિક સારવાર માટે યુવકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેને ઝાયડ્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બાદ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

બસચાલકની પોલીસે પૂછપરછ કરી
ઘટનાની જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માતમાં સામેલ AMTS બસને કબજામાં લઈ બસચાલકની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન બસચાલકનું નામ જીતુભાઈ ક્રિષ્ટિ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બાઇકચાલક બસના પાછળના ભાગ સાથે અથડાયા બાદ ટાયર નીચે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
CCTVના આધારે અકસ્માતની તપાસ
આ સમગ્ર અકસ્માતની તપાસ માટે પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ મેળવ્યા છે. (CCTV) ના આધારે અકસ્માત કેવી રીતે થયો, બાઇકચાલક કઈ દિશામાંથી આવી રહ્યો હતો અને બસ સાથે તેની ટક્કર કયા સંજોગોમાં થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇકચાલકની ઓળખ કરવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેની ઓળખ થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવશે.
નારણપુરા AMTS અકસ્માતથી ફરી સવાલો
નારણપુરામાં બનેલી આ ઘટનાએ ચાર રસ્તા અને વ્યસ્ત માર્ગો પર વાહનચાલકોની સાવચેતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને (AMTS) જેવી મોટી બસોની આસપાસ બાઇક અને અન્ય નાના વાહનો ચલાવતા સમયે પૂરતું અંતર જાળવવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
હાલમાં પોલીસ દ્વારા અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. (CCTV) ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ સામે આવશે.
