Food Recipe/ દિવાળીના અવસરે બનાવો મહેમાનો માટે મસાલા મઠરી…ચાની મજા બમણી થઈ જશે!

દિવાળીનો તહેવાર પ્રકાશ, આનંદ અને ખાણી-પીણીનો તહેવાર હોય છે. આ વિશેષ અવસર પર મસાલા મઠરી (Masala Mathri) દિવાળીના નમકીન તરીકે બેસ્ટ ઑપ્શન…

Trending Food Lifestyle
Masala Mathri... દિવાળી 2026 ના અવસરે બનાવો આ Amazing crisp નમકીન...!

Food Recipe: દિવાળીની મીઠાઈઓની સાથે નમકીન અને ખસ્તા નાસ્તો મળી જાય તો ચા પીવાની મજા બમણી થઈ જાય છે. અહિં મસાલા મઠરી (Masala Mathri Recipe) દિવાળીના નમકીન તરીકે બેસ્ટ ઑપ્શન છે.

દિવાળીનો તહેવાર (Diwali 2026 Festival) પ્રકાશ, આનંદ અને ખાણી-પીણીનો તહેવાર હોય છે. આ વિશેષ અવસર પર ઘરે મહેમાનોની આવ-જા ચાલુ રહે છે. આ સંજોગોમાં ઘણા લોકો મૂંઝવણમાં મૂકાય છે કે મહેમાનોનું સ્વાગત કયા નાસ્તાથી કરવું? જો તમે ઘરે આવનારા મહેમાનોનું સ્વાગત કંઇક વિશેષ અને પરંપરાગત નાસ્તાથી કરશો તો તહેવારની મજા બમણી થઈ જશે! દિવાળીની મીઠાઈઓની સાથે નમકીન અને ખસ્તા નાસ્તો (Namkeen Snacks) મળી જાય તો ચા પીવાની મજા બમણી થઈ જાય છે. અહિં મસાલા મઠરી દિવાળીના નમકીન તરીકે બેસ્ટ ઑપ્શન છે. તો ચાલો જોઈ લઇએ મસાલા મઠરીની રેસિપી…

શી રીતે બનાવશો મસાલા મઠરી? (Masala Mathri Recipe) 

મસાલા મઠરી (Masala Mathri)ની વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Masala Mathri Ingredients
Masala Mathri Ingredients

સામગ્રી

2 કપ મેંદો

2 મોટી ચમચી સોજી

1 નાની ચમચી અજમો

1 નાની ચમચી કસૂરી મેથી

અડધી નાની ચમચી કાળા મરીનો અધકચરો પાવડર

1 નાની ચમચી વરિયાળી પાવડર

અડધી નાની ચમચી જીરું

2 ચપટી હીંગ

1 નાની ચમચી ચિલી ફ્લેક્સ

સાવાદાનુસાર મીઠું

4-5 ચમચી તેલ (મોણ માટે)

તળવા માટે તેલ

Masala Mathri Recipe
Masala Mathri Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદો અને સોજી (Maida and Suji)ને ચાળી લેવા. એમાં અજમો, કસૂરી મેથી, અધકચરા વાટેલા કાળા મરી, વરિયાળી પાવડર, જીરું, હીંગ, ચિલી ફ્લેક્સ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. જો ચિલી ફ્લેક્સ ન હોય તો સૂકા લાલ મરચાને વાટીને ઉમેરી શકાય છે.

2. આ મિશ્રણમાં 4 થી 5 મોટા ચમચા તેલ કે પીગળેલું ઘી ઉમેરવું. મોણને સરસ રીતે બંને હાથથી મિક્સ કરવું. મોણ મુઠ્ઠી પડતું એટલે કે લોટ મુઠ્ઠીમાં બંધાય એટલું નાખવાનું રહેશે. આનાથી મઠરી ખસ્તા બને છે.

3. હવે થોડું-થોડું નવશેકું પાણી ઉમેરતા જઇને પૂરીનો સખત લોટ બાંધી લેવો. ધ્યાન રાખવું કે લોટ વધારે મુલાયમ ન હોવો જોઇએ. એને ભીના કપડા વડે ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી સેટ થવા માટે રાખી દેવો.

4. લોટને રેસ્ટ આપ્યા બાદ ફરીથી હળવો મસળી લેવો અને એના નાના-નાના લુવા બનાવી લેવા.

5. હથેળીથી ચપટા કરતા જઈને હળવી વણી લેવી. તમે ઈચ્છો તો એક મોટી રોટલી જેવું વણીને કૂકી કટર કે કોઈ ઢાંકણા વડે નાની-નાની મઠરીઓ કાપી શકો છો. આ રીતે અથવા વણીને તમામ મઠરી તૈયાર કરી લેવી.

6. તેલ ગરમ કરવા મૂકવું અને એ ગરમ થાય ત્યારે તળતા પહેલા મઠરી પર કાંટા પડે હળવા કાણા પાડી દેવા જેથી એ ફૂલે નહિં. તમે ટૂથપિકની પણ મદદ લઈ શકો છો.

7. તેલ મધ્યમ ગરમ હોવું જોઇએ. એમાં એક-એક કરીને મઠરીઓને નાખવી. ગૅસની ફ્લેમ ધીમાથી મધ્યમ રાખવી. મઠરીઓ બંને તરફ સોનેરી થાય ત્યાં સુધી ક્રિસ્પી તળી લેવી.

તો તૈયાર છે તમારી ખસ્તા મસાલા મઠરી (Masala Mathri)…જેને ઠંડી કરીને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખવી અને દિવાળીએ પધારતા મહેમાનોને ગરમાગરમ કડક ચા સાથે સર્વ કરવી.


આ પણ વાંચો: દિવાળી પર મહેમાનોને સર્વ કરો કરારા નમકપારા…સ્વાદ એવો કે મીઠાઈ છોડીને વારંવાર ખાશો આ સ્નેક્સ..!

આ પણ વાંચો: દિવાળીએ અચાનક મહેમાન આવી ચડે તો ઝટપટ બનાવો ક્રિસ્પી કોર્ન….લાજવાબ સ્વાદ..!

આ પણ વાંચો: