Aravalli News/ અરવલ્લીના ભિલોડામાં સળગેલી કારમાંથી મળેલો મૃતદેહ પોલીસકર્મીનો, હત્યાનો ખુલાસો, મહિલા સહકર્મી સહિત ચારની ધરપકડ

અરવલ્લીના ભિલોડા (Bhiloda)માં સળગેલી કારમાંથી મળેલો મૃતદેહ સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અશ્વિન તબિયાડનો નીકળ્યો, હત્યાના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ

Gujarat Others Breaking News
Bhiloda

Aravalli News: અરવલ્લી જિલ્લાના ભિલોડા (Bhiloda)માં સળગેલી કારમાંથી મૃતદેહ મળી આવવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું છે. મૃતક અશ્વિન તબિયાડ પોલીસકર્મી હોવાનું ખુલ્યું છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Bhiloda:કારની પાછળની સીટમાંથી સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ભિલોડામાં સળગેલી હાલતમાં રહેલી કારની પાછળની સીટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મામલાની ગંભીરતા જોતાં પોલીસે પાંચ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.

મૃતક સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા

તપાસ દરમિયાન મૃતક અશ્વિન તબિયાડ સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશન (Chithoda Police Station)માં ફરજ બજાવતા પોલીસકર્મી (Police officer) હોવાનું સામે આવ્યું હતું. તેમને સહકર્મી મહિલા આલ્ફા સાથે પરિચય હતો.

આલ્ફાએ અન્ય ત્રણ શખ્સો સાથે હત્યા કર્યાનો ખુલાસો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આલ્ફાએ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાના ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ (Four accused arrested) કરી, આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં બે શહીદ પોલીસકર્મીઓના મૃતદેહ ડમ્પરમાં લવાતાં ધારાસભ્ય ભડક્યા, અધિકારીઓ સામે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: શહેરમાં દિવાળીથી ભાઈબીજ વચ્ચે સાબરમતીમાં 5 લોકોએ ઝંપલાવ્યું, 4 મૃતદેહ મળ્યા, 1નો જીવ બચાવાયો

આ પણ વાંચો: આમોદના ઇખરમાં કપાસના ખેતરમાંથી વૃદ્ધનો બળેલો મૃતદેહ મળતાં ચકચાર