Vadodara News/ કોરા કાગળ પર સહીઓથી ₹8 કરોડની લોનનું ભારણ? વડોદરામાં પત્નીએ પતિ સહિત CA અને બેંક અધિકારીઓ સામે નોંધાવી ફરિયાદ

Vadodara Company Fraud: વડોદરાની પ્રશાંત બિલ્ડીંગ ટેક પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા ભાગીદાર મહિલા ડિરેક્ટરે પતિ સહિત અનેક સામે ખોટી સહીઓ, બનાવટી બોર્ડ મીટિંગો અને ₹8 કરોડના દેવા અંગે ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Company Fraud: વડોદરાની કંપનીમાં ₹8 કરોડના દેવા મામલે પત્નીની ફરિયાદ, પતિ સહિત અનેક સામે આક્ષેપ

Vadodara News: પતિ પર વિશ્વાસ મૂકીને કંપનીના કામ માટે સોનું અને જમીન વેચીને નાણાં આપ્યાં, પરંતુ બાદમાં કંપનીના નામે કરોડોનું દેવું અને દસ્તાવેજોમાં પોતાની કથિત ખોટી સહીઓ (Vadodara Company Fraud)ની જાણ થતાં વડોદરામાં એક મહિલા ડિરેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતાં ડોલીબેન વિમલભાઈ પટેલે પોતાના પતિ સહિત કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બેંકના જવાબદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, પ્રશાંત બિલ્ડીંગ ટેક (Prashant Building Tech) પ્રાઇવેટ લિમિટેડમાં તેમની 50 ટકા ભાગીદારી હોવા છતાં તેમને કંપનીની કામગીરીથી દૂર રાખવામાં આવતાં હતાં.

Vadodara Company Fraud: 170 તોલા સોનું અને જમીન વેચીને કંપનીમાં નાણાં આપ્યાનો દાવો

ફરિયાદી ડોલીબેનના જણાવ્યા અનુસાર, વર્ષ 2017માં પતિ વિમલ વિપીનભાઈ પટેલના કહેવાથી તેમણે પોતાના પિતાના ઘરેથી આશરે 170 તોલા સોનું કંપનીના કામ માટે આપ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021માં વાઘોડિયાની જમીન વેચીને મળેલા નાણાં પણ કંપનીમાં આપ્યા હતા. તેમનો આક્ષેપ છે કે પતિએ તેમની પાસે કોરા કાગળો પર સહીઓ કરાવી હતી અને તેમના હિતોને નુકસાન નહીં પહોંચાડવાનો વિશ્વાસ આપ્યો હતો.

જોકે, ફેબ્રુઆરી 2026માં કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમને કંપની પર આશરે ₹8 કરોડનું દેવું હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસેથી દસ્તાવેજો મેળવ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની જાણ અને સંમતિ વિના તેમની ખોટી સહીઓ (Forged Signatures) કરીને બોર્ડ મીટિંગો દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમની સંમતિ વગર સાસુ રમીલાબેન પટેલને કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવ્યાં હતાં.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે પણ ગંભીર આક્ષેપો

ડોલીબેને કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સ્ટેચ્યુટરી ઓડિટર પ્રસંગ પરીખ તથા ગૌરાંગ પરીખ સામે પણ આક્ષેપ કર્યા છે. ફરિયાદ મુજબ, બંનેએ વિમલ પટેલ સાથે મળીને કથિત રીતે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા હતા. વધુમાં, લોન ડિફોલ્ટ થાય તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે તે હેતુથી તેમનું નામ સામેલ કરવામાં આવ્યું હોવાની વાત તેમને કહેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

HDFC અને ફેડરલ બેંકના અધિકારીઓ સામે પણ સવાલો

ફરિયાદમાં HDFC બેંક અને ફેડરલ બેંકના જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ડોલીબેનના જણાવ્યા મુજબ, તેમની સહીઓની યોગ્ય ચકાસણી કર્યા વિના અને તેમની સંમતિ લીધા વગર કંપનીની ક્રેડિટ ફેસિલિટી વધારવામાં આવી હતી તેમજ લોન મંજૂર કરવામાં આવી (HDFC Bank Loan) હતી. તેમણે બેંકોને કથિત છેતરપિંડી અંગે જાણ કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

આ સમગ્ર મામલે હવે કંપનીના દસ્તાવેજો, બોર્ડ મીટિંગની વિગતો, ઓડિટ રિપોર્ટ અને લોન મંજૂરીની પ્રક્રિયા તપાસનો મહત્ત્વનો વિષય બની શકે છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: મહીસાગરમાં કૌભાંડ પકડાયુ, નકલી સહીઓના લીધે થયો પર્દાફાશ

આ પણ વાંચો: અમીરો પર બેન્કો મહેરબાન અને ગરીબોને ધક્કા! SBI ની લોન નીતિ પર ભડકી સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો: અમદાવાદના વૃદ્ધ ડૉક્ટર સાથે ₹8 કરોડની ઠગાઈ, એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો