Ahmedabad News: અમદાવાદના રિલીફ રોડ પર રતનપોળ (Relief Road Drug Case) સામે આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સ નજીકથી SOG ક્રાઈમ બ્રાન્ચે (SOG Crime Branch) બાતમીના આધારે એક શખસને મેફેડ્રોન (MD ડ્રગ્સ) અને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 4.30 ગ્રામ મેફેડ્રોન અને 2.720 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આરોપી આ નશીલા પદાર્થનો જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Relief Road Drug Case: રિલીફ રોડ પરથી નાસીરખાન પઠાણની ધરપકડ
SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે દરિયાપુરના પ્રેમ દરવાજા અંદર રહેતો નાસીરખાન પઠાણ રિલીફ રોડ પર રતનપોળ સામે મૂર્તિમંત કોમ્પ્લેક્સની આસપાસ ગેરકાયદે નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતાં નાસીરખાનને કોર્ડન કરીને તેની તલાશી લેવામાં આવી હતી.
રૂ.13 હજારનું MD ડ્રગ્સ અને ચરસ જપ્ત
તલાશી દરમિયાન આરોપીના ખિસ્સામાંથી મેફેડ્રોન અને બેગમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.13 હજારનું MD ડ્રગ્સ અને રૂ.680નું ચરસ સહિત કુલ રૂ.33,580નો મુદ્દામાલ કબજે (Charas Seized Ahmedabad) કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ જથ્થો કારંજના ઈબ્રાહિમ પાપા અને ફતેવાડીના મહમદ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. તે આ નશીલા પદાર્થો છૂટકમાં વેચાણ કરવા લાવ્યો હોવાની પણ કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત
આ પણ વાંચો: અમદાવાદના રખિયાલમાં 3.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ
