West Bengal News : પશ્ચિમ બંગાળનું નામ બદલીને (West Bengal Name Change)હવે ‘પશ્ચિમ બંગ’ (Paschim Banga) કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની (Suvendu Adhikari)અધ્યક્ષતામાં 23 નવેમ્બર 2026ના રોજ મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. હવે 9 ડિસેમ્બરે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જો વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થશે, તો તેને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલી પશ્ચિમ બંગાળનું નામ (West Bengal Name Change) બદલવાની પ્રક્રિયાની ચર્ચા ફરી તેજ બની છે.
રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે, વિધાનસભાનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 9 ડિસેમ્બરે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ (Suvendu Adhikari)સ્પષ્ટ કર્યું છે કે નવા નામનો ઉપયોગ અંગ્રેજી ભાષામાં પણ ‘Paschim Banga’ તરીકે જ કરવામાં આવશે. એટલે કે અત્યાર સુધી અંગ્રેજીમાં વપરાતું ‘West Bengal’ નામ બદલવાની યોજના છે.
જોકે, માત્ર કેબિનેટની મંજૂરીથી રાજ્યનું નામ બદલાઈ જતું નથી. વિધાનસભાની પ્રક્રિયા અને ત્યારબાદ કેન્દ્ર સરકારની બંધારણીય મંજૂરી મળ્યા પછી જ આ ફેરફાર સત્તાવાર બની શકશે.
ભાજપ સરકારનું કહેવું છે કે આ નામ રાજ્યના ઐતિહાસિક વારસા સાથે જોડાયેલું છે. વર્ષ 1947માં ભારતના ભાગલા સમયે બંગાળના પૂર્વ ભાગમાંથી પૂર્વ પાકિસ્તાન બન્યું હતું, જે બાદમાં બાંગ્લાદેશ બન્યું. જ્યારે પશ્ચિમ ભાગ ભારતનો હિસ્સો રહ્યો હતો. આ ઐતિહાસિક ઓળખને ધ્યાનમાં રાખીને ‘પશ્ચિમ બંગ’ (Paschim Banga)નામ પસંદ કરવામાં આવ્યું છે.
અગાઉ રાજ્યના નામ માટે ‘બાંગ્લા’ વિકલ્પ પણ રજૂ થયો હતો, પરંતુ તેને લઈને રાજકીય અને અન્ય સ્તરે ચર્ચા થઈ હતી. ભાજપના કેટલાક નેતાઓએ ‘બાંગ્લા’ નામ સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
1999થી ચાલી રહી છે નામ બદલવાની કવાયત
પશ્ચિમ બંગાળનું નામ બદલવાનો પ્રયાસ (West Bengal Name Change )નવો નથી. વર્ષ 1999માં પણ આ દિશામાં પહેલ થઈ હતી. ત્યારબાદ 2011માં તત્કાલીન મમતા બેનર્જી સરકારે ‘પશ્ચિમ બંગ’ (Paschim Banga)નામનો પ્રસ્તાવ કેન્દ્ર સમક્ષ મૂક્યો હતો.
વર્ષ 2016માં ત્રણ અલગ નામના વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2018માં પશ્ચિમ બંગાળ વિધાનસભાએ બંગાળી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં ‘બાંગ્લા’ નામ રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જોકે, કેન્દ્ર સરકારની મંજૂરી ન મળતાં આ કવાયત આગળ વધી શકી નહોતી. હવે ભાજપ સરકાર ફરી એકવાર નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતીય બંધારણની કલમ 3 હેઠળ રાજ્યનું નામ બદલવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં રાષ્ટ્રપતિની ભલામણ બાદ સંબંધિત બિલ સંસદમાં રજૂ થાય છે. રાષ્ટ્રપતિ બિલને સંબંધિત રાજ્યની વિધાનસભા પાસે તેના અભિપ્રાય માટે મોકલી શકે છે. ત્યારબાદ સંસદનાં બંને ગૃહોમાં જરૂરી બહુમતીથી બિલ પસાર થવું અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી છે.
આથી 9 ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થાય તો પણ પશ્ચિમ બંગાળનું નામ તાત્કાલિક બદલાઈ જશે (West Bengal Name Change )નહીં. કેન્દ્રની આગળની કાર્યવાહી બાદ જ રાજ્યને નવું સત્તાવાર નામ મળી શકશે. હવે જોવાનું એ રહેશે કે અગાઉની જેમ આ વખતે પણ પ્રસ્તાવ અટકે છે કે પછી ‘પશ્ચિમ બંગ’ (Paschim Banga)નામને અંતિમ મંજૂરી મળે છે.
