Numerology: મૂળાંક 6 (Mulank 6) વાળા જાતકો પર શુક્રનો વિશેષ પ્રભાવ રહે છે જેને જ્યોતિષમાં સૌંદર્ય, કળા, પ્રેમ અને સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે.
પ્રત્યેક મૂળાંકનો પોતાનો અલગ સ્વભાવ હોય છે પરંતુ આજે અમે જે મૂળાંકની વાત કરવા જઈ રહ્યાં છીએ એ તો અત્યંત વિશેષ છે! આ કોઈ મામૂલી મૂળાંક નથી…એવું કહેવાય છે કે આ મૂળાંક સાથે જોડાયેલા લોકો આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે અને એમને લકઝુરિયસ વસ્તુઓનું ઘણું જ આકર્ષણ હોય છે. એમની બોલવાની સ્ટાઈલ એટલી તો મોહક હોય છે કે એમનાથી ગમે તે પ્રભાવિત થઈ જાય છે. કળા, સૌંદર્ય અને આકર્ષણના કારક ગ્રહ શુક્રના પ્રભાવના કારણે આ લોકો જીભના પણ જાદુગર હોય છે અને પોતાની વાતોથી કોઈનું પણ મન મોહી લે છે! તો ચાલો જાણીએ કે આ કયા મૂળાંકના લોકો છે?
હવે તો તમે સારી રીતે સમજી ગયા હશો કે આ તમામ ખાસિયત મુખ્ય રુપે મૂળાંક 6 વાળા જાતકોમાં જોવા મળે છે. જેમનો જન્મ કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય એ મૂળાંક 6 ધરાવે છે.

Mulank 6 આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે
અંક શાસ્ત્ર (Numerology) અનુસાર, મૂળાંક 6 વાળા જાતકો પર શુક્ર (Venus)નો વિશેષ પ્રભાવ રહે છે જેને જ્યોતિષ (Astrology)માં સૌંદર્ય, કળા, પ્રેમ અને સુખ-સુવિધાઓ (Beauty, Art, Love and Luxuries)નો કારક માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો દેખાવમાં તો આકર્ષક હોય જ છે સાથોસાથ અત્યંત સૌમ્ય અને મિલનસાર સ્વભાવના પણ હોય છે. એમની બોલવાની રીત એટલી તો ખાસ હોય છે કે પહેલી મુલાકાતમાં જ એ કોઈનું પણ હૃદય સરળતાથી જીતી શકે છે. આ ગુણનો લાભ એમને કેરિયર (Career)માં ઘણો જ મળે છે.
મૂળાંક 6 વાળા ઠાઠ-માઠથી જીવન જીવે છે
1. મૂળાંક 6 વાળા જાતકો લકઝુરિયસ લાઈફ જીવવાના શોખીન હોય છે. આ કારણે એ પોતાની સુખ-સુવિધાઓ પર સારો એવો પૈસો ખર્ચ કરે છે.
2. આ મૂળાંકના લોકો પૈસાથી પૈસા (Money Makers) બનાવવામાં કુશળ હોય છે.
3. એમની આર્થિક સ્થિતિ મોટાભાગે સારી રહે છે.
4. એ અન્યોની મદદ કરવા માટે પણ હંમેશાં તૈયાર રહે છે.

5. ફેશન, કળા, મીડિયા, ઈન્ટીરિયર, હૉસ્પિટાલિટી અથવા વહીવટ (Fashion, Art, Media, Interior, Hospitality, Management) જેવા ક્ષેત્રોમાં એમને અપાર સફળતા મળવાની સંભાવના રહે છે.
6. એ એક ઉત્તમ જીવનસાથી સાબિત થાય છે. પોતાના પરિવાર અને જીવનસાથીની દરેક નાની-મોટી જરુરિયાતોનો વિશેષ ખ્યાલ રાખે છે.
7. એ નોકરી નહિં પરંતુ બિઝનેસ (Business)ની દુનિયામાં ખૂબ સફળ થાય છે.
8. એ પોતાની જવાબદારીઓને ઘણી સારી રીતે નિભાવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: કયા મૂળાંક સાથે તમારું જામશે અને ક્યાં રહેશે 36નો આંકડો? ચૅક કરો તમારી અને પાર્ટનરની જન્મતારીખ!
આ પણ વાંચો: કેરિયર અને નાણાકીય બાબતોમાં અત્યંત લકી હોય છે આ મૂળાંકના લોકો…જે ધારે એ પૂર્ણ કરીને પછી જ હાશકારો લે છે!
